પાકિસ્તાન સામેની સીરીઝ માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત, ટીમમાં જોવા મળ્યા નવા ચેહરા

0
4

કોરોના કાળમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. સીમિત ઓવરની શ્રેણી માટે ઝિમ્બાબ્વેની ૨૦ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ૩૦ ઓક્ટોબરથી શરુ થનારી શ્રેણીની આગેવાની ઓલરાઉન્ડર ચામુ ચિભાભા કરશે.

ઝિમ્બાબ્વેને આ ત્રણ મેચની વનડે શ્રેણી સાથે શરૂઆત કરવાની છે. ત્યાર બાદ બંને દેશોની વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનું આયોજન થશે. ઝિમ્બાબ્વેની ૨૦ સભ્ય ટીમ ૨૦ ઓક્ટોબરના ઇસ્લામાબાદ પહોંચશે. ટીમ ૨૧ થી ૨૪ ઓક્ટોબર સુધી રાવલપિંડી સ્ટેડીયમમાં હોમ કોરેન્ટાઈન રહ્યા બાદ ૨૮ અને ૨૯ ઓક્ટોબરના રાવલપિંડી ક્રિકેટ મેદાનમાં અભ્યાસ કરશે. વનડે શ્રેણીની મેચોની પ્રથમ મુલ્તાનમાં રમાવવાની હતી પરંતુ લોજીસ્ટીક અને સંચાલનના પડકારોના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને રાવલપિંડીમાં કરવાનો નિર્ણય કર્યો છે.

વનડે શ્રેણીની મેચ ૩૦ ઓક્ટોબર, એક નવેમ્બર અને ત્રણ નવેમ્બરના રમાશે, જ્યારે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ લાહોરમાં સાત, આઠ અને ૧૦ નવેમ્બરના રમાશે. બંને ટીમો માટે વનડે શ્રેણી ઘણી મહત્વની છે કેમકે તે આઈસીસી પુરુષ વલ્ડ કપ સુપર લીગના ભાગ છે. આ ભારતમાં રમાવનાર ૨૦૨૩ વર્લ્ડ કપના ક્વોલીફીકેશનના ભાગ છે.

ઝિમ્બાબ્વે ટીમ આ પ્રકાર છે : ચામુ ચિભાભા (કેપ્ટન), ફરાજ અકરમ, રેયાન બર્લ, બ્રાયન ચારી, તેડાઈ ચતરા, એલ્ટોન ચિગુમ્બુરા, તેડાઈ ચિસોરો, ક્રેગ ઇર્વિન, તિનશે કામુનહુક્મ્વે, વેસ્લે મધેવેરે, વેલિંગ્ટન મસાકાદજા, કાર્લ મુમ્બા, રિચમંડ મુતુમ્બામી, બ્લેસિંગ મુજરબાની, રિચર્ડ નગારવા, સિકંદર રાજા, મીલ્ટોન શુમ્બા, બ્રેન્ડન ટેલર, ડોનાલ્ડ તીરીપાનો, સીન વિલિયમ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here