Thursday, October 28, 2021
Homeરાજકોટ : પથ્થરના ઘા ઝીંકી મિત્રને ઉતારી દીધો મોત ને ઘાટ :...
Array

રાજકોટ : પથ્થરના ઘા ઝીંકી મિત્રને ઉતારી દીધો મોત ને ઘાટ : પોલીસે સીસીટીવીના આધારે 2 ની ધરપકડ કરી.

રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરી, લૂંટ, ધાડ, રેપ, મર્ડરની ઘટનાઓ બનતી હતી તેને ડામવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને ડેપ્યુટી પોલોસ કમિશ્નર આદેશથી ક્રાઈમ બ્રાન્ચની ટિમ અને રાજકોટ પોલીસ સતત એલર્ટ રહી છે અને આવા ગુનાહિત કૃત્યો અટકાવવામાં સફળ રહી છે ત્યારે શહેર પોલીસ દિવસ રાત એલર્ટ રહીને કામ કરતી રાજકોટ પોલીસની મહેન પર પાણી ફરી વળ્યું હોય તેવી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં સમી સાંજે હત્યાની ઘટના બની હતી. જેમાં બે મિત્રોએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું હતું, જો કે બાદમાં પોલીસે બન્ને મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકમાં નવા બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક વીંછિયાના પીપરડી ગામનો કાળુ પાલાભાઇ પરમાર (ઉ.વ.50) હોવાનું ખુલ્યું હતું. હત્યા બાદ ભાગી રહેલા બંને આરોપી સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ બંનેની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, કાળુ પરમાર પીપરડીનો વતની હતો અને તે રખડતું ભટકતું જીવન જીવતો હતો. હત્યાની ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળ નજીકના તેમજ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખ્સ ભાગતા દેખાયા હતા. પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.36) અને મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખ્સને ઉઠાવી લીધા હતા.

ઉલ્લેખનીય છેકે હોસ્પિટલ ચોકમાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી હોસ્પિટલ ચોકથી ત્રિકોનબાગ તરફ જવાનો રોડ જ્યુબિલી બાગ સુધી બ્લોક કરી દેવામાં આવ્યો છે. જેથી ત્યાં સુધીના રસ્તા પર લોકોની અવરજવર પણ ઓછી થતી હોય ત્યારે સંધ્યા સમયે રાત્રે 8 વાગ્યાની આસપાસ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments