રાશિ પરિવર્તન:11 ડિસેમ્બરે સવારથી શુક્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર થશે

0
7

  • મેષ અને સિંહ રાશિના લોકોના ખર્ચમાં વધારો થઇ શકે છે, વૃષભ અને તુલા માટે સમય શુભ રહેશે

શુક્રવાર, 11 ડિસેમ્બરે સવારે શુક્રનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહ તુલાથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 4 જાન્યુઆરી સુધી આ ગ્રહ આ રાશિમાં રહેશે. શુક્ર ગ્રહની શુભ-અશુભ સ્થિતિની અસર ખાસ કરીને લગ્નજીવન ઉપર થાય છે. આ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે શિવજીની પૂજા કરવી જોઇએ. દૂધનું દાન કરો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બધી જ 12 રાશિઓ માટે શુક્રના રાશિ પરિવર્તનની અસર કેવી થઇ શકે છે….

મેષઃ– આ રાશિ માટે શુક્રની સ્થિતિ અશુભ રહેશે. આ લોકોએ સાવધાન રહીને કામ કરવું, નહીંતર હાનિ થઇ શકે છે. લગ્નજીવનમાં સમજી-વિચારીને નિર્ણય લો.

વૃષભઃ– ભાગ્ય વૃદ્ધિનો સમય છે. શુક્ર તમારા માટે સફળતા લઇને આવી રહ્યો છે. ધનને લગતાં કાર્યોમાં લાભ સાથે માન-સન્માન પણ મળશે. સુખમાં વધારો થશે.

 

મિથુનઃ– આ લોકો માટે કામ વધારે રહેશે. ઓછા સમયમાં વધારે કામ કરવું પડશે. પરંતુ ધન મળવાના યોગ પણ બનશે.

કર્કઃ– આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કોઇ નજીકના વ્યક્તિની મદદથી મોટું કામ હાલ પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

સિંહઃ– ખર્ચમાં વધારો થઇ શકે છે. આ રાશિના લોકો માટે સમય થોડો વિપરીત રહી શકે છે. વડીલો પાસેથી સલાહ લઇને આગળ વધો.

કન્યાઃ– પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. તમે તમારા બધા જ કામ યોગ્ય રીતે કરી શકશો. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાયેલું રહેશે.

તુલાઃ– ધનની બચત વધશે. ઘણાં સમયથી અટવાયેલાં કામ હવે પૂર્ણ થવા લાગશે. તમારા માટે સારો સમય શરૂ થઇ શકે છે. લગ્નમાં આવી રહેલાં વિઘ્ન દૂર થઇ શકે છે.

વૃશ્ચિકઃ– તણાવમાં વધારો થવાની સંભાવના છે. વધારે ચિંતા ન કરો. તમારું કામ પ્રામાણિકતાથી કરો, મન શાંત રાખો. માનસિક તણાવના કારણે પરેશાનીઓ વધી શકે છે.

ધનઃ– આ રાશિ માટે રૂપિયાની ખોટ પડે તેવા યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થાય. આવકથી વધારે ખર્ચ થવાથી પરેશાનીઓ વધશે. નોકરીમાં અધિકારીઓ સાથે વિવાદ થઇ શકે છે.

મકરઃ– તમારા માટે સમય સારો રહેશે. વિચારેલાં કામ સમયે પૂર્ણ થઇ શકશે. રૂપિયા સાથે જોડાયેલી બાધાઓ દૂર થશે. પારિવારિક સમસ્યાઓમાં જીવનસાથીનો સહયોગ મળશે.

કુંભઃ– આ લોકોને પિતા તરફથી સહયોગમ મળશે. મિત્રોના કારણે તમારું કોઇ મોટું લક્ષ્ય પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળશે.

મીનઃ– આ રાશિ માટે શુક્રની સ્થિતિ શુભ રહેશે. ઉલ્લેખનીય કામ કરી શકશો. હાલ કરેલાં કાર્યોથી ભવિષ્યમાં કોઇ મોટો લાભ મળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here