મેષ
પોઝિટિવ- આજની કોઈ ખાસ વાતચીત તમારા ભવિષ્યને પ્રભાવિત કરશે. તમારું વલણ વ્યવહારું રાખવું. સમજી-વિચારીને નિર્ણય લેવો. સંભાળીને બોલવું. લોકો પાસેથી અપેક્ષા ન રાખવી. વિનમ્રતાપૂર્વક વર્તવું. મનની વાત મનમાં જ રાખવી. મનની વાત ઉપર વિશ્વાસ કરવો. મોટું સરપ્રાઈઝ મળી શકે છે. મોટા લોકોને મળવાની તક મળી શકે છે. જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં થશે.
નેગેટિવ- તમારી યોજનાઓ કોઈને જણાવવી નહીં. કોઈ વસ્તુને લઈને વધારે ચિંતા ન કરવી. મિત્રો, સંબંધીઓ કે પ્રેમીનો ગુસ્સો વધી શકે છે. કોઈ મોટો નિર્ણય ન લેવો. ચિંતા વધી શકે છે. ધન હાનિના યોગ બની રહ્યા છે. પૈસાને લઈને સાવધાની રાખવી.
ફેમિલી- પાર્ટનરની ભાવનાને સમજવી.
લવ- સમજી-વિચારીને બોલવું. કોઈ કામ બળજબરીથી ન કરવું.
કરિયર- કામના સ્થળે તમારે સાવધાન રહેવું. વિચાર્યા વગર કોઈ વચન ન આપવું. ભણવામાં મન ન લાગવાથી વિદ્યાર્થીઓ પરેશાન રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગળા અને નાકની બીમારી થઈ શકે છે.
શું કરવું- કીડિયારું પૂરવું.
……………………
વૃષભ
પોઝિટિવ- આજે ગોચર કુંડળીમાં ભાગ્યના ભાવ પર ચંદ્રમા હોવાના કારણે તમે ધારેલા કામ પૂરાં થશે. બિઝનેસના સોદા સફળ થશે. બીજા લોકોની મદદ મળશે. પૈસાની સ્થિતિ સુધરશે. મહત્વના લોકો સાથે યોગ્ય સમયે મુલાકાત થશે. દિવસ સારી રીતે પસાર થશે. તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનો હોય તો થોડું વિચારવું.
નેગેટિવ- કામકાજને લઈને થોડિક પરેશાની થશે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો. ભૂલ કરશો તો મુશ્કેલી સર્જાશે. બીજાની બાબતોમાં દખલ ન દેવી. પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલી અને થાક અનુભવાશે. મિત્રો સાથે વિવાદ અને પૈસાના વ્યવહારથી બચવું. કર્જ લેવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ફેમિલી- પરિવારમાં અણબનાવ બનવાના યોગ છે.
લવ- પ્રેમીની ભાવનાને સમજવામાં વાર લાગી શકે છે.
કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં ધારેલ ફાયદો થવાના યોગ છે. વિદ્યાર્થીઓ સમસ્યાને હલ કરવા માટે સીનિયર્સની મદદ લેશે.
હેલ્થ- વાતાવરણમાં ફેરફાર થવાના કારણે મુશ્કેલી વધશે.
શું કરવું- દિવસમાં કોઈ એક વ્યક્તિની મદદ કરવી.
મિથુન
પોઝિટિવ- એકાગ્ર રહેવાની કોશિશ કરો. સાથે કામ કરનાર લોકો તેમની ખાસ વાત તમારી સાથે શેર કરશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. ભાગ્ય તમારું કામ પૂરું કરાવશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારી સંપર્કો વધશે. તમે હિમ્મતથી કામ કરી શકશો.
નેગેટિવ- મુશ્કેલ સ્થિતમાં તમારી સ્થિતિને સ્પષ્ટ રાખો. નોકરી અને ધંધાના કામમાં મુશ્કેલી આવી શકે છે. ઘણીવાર તમારી સાથે વિચિત્ર સ્થિતિ પણ બની શકે છે. સાવધાન રહેવું. ઓફિસની બિનજરૂરી વાતોથી દૂર રહેવું. સમજી-વિચારીને જ કામ કરવું.
ફેમિલી- ગુસ્સાની સ્થિતમાં સંભાળીને જવાબ આપવો.
લવ- લવ પાર્ટનરને લઈને માનસિક પરેશાની વધી શકે છે. લવ લાઈફમાં નિર્ણય લઈ શકશો નહીં.
કરિયર- બિઝનેસમાં મુશ્કેલી સર્જાશે. નોકરિયાત વર્ગ કંઈક નવું કરવાની કોશિશ કરશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
હેલ્થ- થાક અને આળસના કારણે મુશ્કેલી સર્જાશે. માથાનો દુખાવો થઈ શકે છે.
શું કરવું- ગાયને ઘાસ આપવું.
………………………
કર્ક
પોઝિટિવ- બિઝનેસને લઈને પ્લાનિંગ કરશો. નોકરી-ધંધો પણ સારો ચાલશે. ઓછી મહેનતમાં ફાયદો મળશે. જમીન-મકાનની ખરીદી કરી શકો છો. કામમાં સફળતા મળશે. ભાઈ અને મિત્રની મદદથી સફળતા મળશે. જાણતા-અજાણતા તમારાથી સારું કામ થશે, જે તમારું સન્માન વધારશે. કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો તે પુરો થઈ જશે. ચિંતા જતી રહેશે અને મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબ પણ મળી જશે. તમે જે નવા કામ કરવાનું વિચારી રહ્યા છો તે શરૂ થશે. મુશ્કેલીઓનું સમાધાન પણ તમને મળશે.
નેગેટિવ- આજે કામ ઓછું રહેશે. થાક અને તણાવ પણ વધશે. દુશ્મનોથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કર્જ પણ લેવું પડી શકે છે.
ફેમિલી- પરિવારના સભ્યોની મદદ મળશે.
લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે. લવ લાઈફની બાબતમાં સમય ઠીક રહેશે. દિલની વાત શેર કરશો. તમારું મન પણ હલકું થઈ જશે.
કરિયર- કામને લઈને તમારી મુશ્કેલી વધશે. ખર્ચમાં પણ વધારો થશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. જૂની બીમારી હેરાન કરશે.
શું કરવું- માતાજીના મંદિરમાં લાલ ચૂંદડી ચડાવવી.
……………………..
સિંહ
પોઝિટિવ- આગળ વધવાની સારી તક તમને મળી શકે છે. બની શકે તેટલું આજે તમારે શાંત રહેવું. મનને મનાવીને જ આગળ વધવું. પરિવાર સાથે સારો તાલમેલ રહેશે. ખરીદીના યોગ બની રહ્યા છે. નવી વસ્તુ કે કાર ખરીદવાનું વિચારી શકો છો. પરિવારમાં સુખ અને સંતોષ રહેશે. તમારી વસ્તુઓને સંભાળીને રાખવી.
નેગેટિવ-ધન હાનિના યોગ બની રહ્યા છે. અમુક લોકો તમારી વાતને માનશે નહીં, તેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી. કોઈને તમારી વાત મનાવવાની કોશિશ ન કરવી. બીજાની નિંદા કરશો તો મુશ્કેલી વધી શકે છે.
ફેમિલી- પરિવાર સાથે સારો તાલમેલ રહેશે.
લવ- તમારો દિવસ સારો રહેશે. પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે. પ્રમી સાથે સમય પસાર થશે. સહકાર પણ મળશે.
કરિયર- બિઝનેસમાં કોઈ જોખમ ન લેવું. પૈસાની ઉધરાણીમાં મુશ્કેલી પડશે. લોન સંબંધી કામ કરવા માટે દિવસ સારો નથી.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. ધ્યાન ન રાખવાના કારણે મુશ્કેલી સર્જાય શકે છે.
શું કરવું- પાણીમાં ગુલાબની પાખડી ઓનાખીને પીવું.
……………………….
કન્યા
પોઝિટિવ- આજે તમે કોઈ ખાસ નિર્ણય ઉપર પહોંચી શકશો. છેલ્લા ઘણા દિવસોથી મનમાં જે ઉથલ-પાથલ ચાલી રહી છે તે પૂરી થઈ જશે. તમારા માટે દિવસ સારો છે. જાણીતા લોકો સાથેના સંબંધો ગાઢ બનશે.
નેગેટિવ- સંબંધમાં નવા પ્રસ્તાવ ઉપર વિચાર ન કરવો. કોઈ ગૂંચવણ ઉકાય નહીં તો તેને છોડી દેવી. જૂની એવી વાત સામે આવશે જે તમને પરેશાન કરી શકે છે. કોઈ બાબતમાં જરૂર કરતા વધારે પ્રતિક્રિયા ન આપવી, નહીંતર મુશ્કેલી વધશે.
ફેમિલી- તમારા સંબંધો મજબૂત બનશે.
લવ- પાર્ટનરની ભાવનાને સમજો અને તેની પસંદગીની ભેટ આપવી.
કરિયર- સરકારી કર્મચારી કે અધિકારીઓ તરફથી સહકાર મળશે. પૈસાની બાબતમાં ઉતાવળે નિર્ણય ન કરવો.
હેલ્થ- સામાન્ય ઈજા કે શરીરમાં દુખાવો થઈ શકે છે.
શું કરવું- હનુમાનજીની ઉપાસના કરવી.
……………………
તુલા
પોઝિટિવ- કરિયરને લઈને નવો વિચાર આવી શકે છે, જે તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમે અમુક મહત્વના નિર્ણયો પણ લેશો. મધુર વાણીથી તમારું કામ કરાવી લેશો. કરિયર અને અંગત જીવન તમારા માટે મોટો મુદ્દો બનશે. નવી નોકરી શોધવાની કોશિશ કરવી પડશે. પ્રેમી, જીવનસાથી કે પરિવારના કોઈ ખાસ સભ્યના જીવનમાં બદલાવ આવશે. વડીલોના આશીર્વાદ તમને મળશે. પરિવાર માટે આનંદનો અવસર આવશે.
નેગેટિવ- નોકરી ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો તમારા માટે યોગ્ય નથી. બિનજરૂરી ચિંતા મનમાં ન રાખવી. કરિયરની કોઈ વાતને લઈને જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. આજે કામનું ભારણ રહેશે.
ફેમિલી- કૌટુંબિક બાબતોને લઈને ચિંતા રહેશે.
લવ- પાર્ટનર સાથે સંયમ રાખવો. લવ લાઈફમાં પ્રેમી સાથે કોઈ બળજબરી ન કરવી.
કરિયર- કાર્યક્ષેત્રમાં મહત્વની સફળતા મળવાના યોગ છે. કાયદાના વિષય સાથે જોડાયેલા વિદ્યાર્થીને સફળતા મળશે.
હેલ્થ- પાચનશક્તિમાં ગરબડ થઈ શકે છે. જૂની બીમારી તમારી મુશ્કેલી વધારશે.
શું કરવું- મંદિરમાં પતાસા ચઢાવવા.
…………………..
વૃશ્ચિક
પોઝિટિવ- આજે તમને સારી તક મળી શકે છે. બિઝનેસ સારો ચાલશે. કામના વિસ્તારની યોજના બની શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે. કામ સમયસર થથે. નોકરીમાં દિવસ સારી રીતે પસાર થશે. પૈસાની ચિંતા નહીં રહે. તમે મહત્વાકાંક્ષી અને ઉદાર રહેશો. જૂના મિત્રો કે પ્રેમી સાથે ફોન ઉપર વાત થઈ શકે છે. ધીરજથી કામ કરશો તો સફળતા મળશે.
નેગેટિવ- કોઈ ખાસ કામને પૂરું કરવામાં ઉતાવળ ન કરવી. આળસ અને થાક રહેશે. તમારી ભૂલનું પરિણામ તમારા માતા-પિતા, ભાઈ કે નજીકના લોકોને ભોગવવું પડી શકે છે.
ફેમિલી- પરિવારની સમસ્યાને નજર અંદાજ ન કરવી.
લવ- લવ પાર્ટનરને લઈને વધુ પડતી ચિંતા ન કરવી. તેનાથી સંબંધ બગડસે.
કરિયર-બિઝનેસ અને નોકરીમાં અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓ મહેનત કરશે તો સફળતા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં દિવસ સારો રહેશે.
શું કરવું- ભગવાન સૂર્યને જળ ચઢાવવું.
……………………..
ધન
પોઝિટિવ- નોકરિયાત વર્ગ અને બિઝનેસ કરનાર લોકોએ ટાર્ગેટ સાથે કામ કરવું. તમારા જીવનના કેટલાક ક્ષેત્રમાં બદલાવ આવશે. સંતુલન જાળવવું અને તમારી પ્રાથમિકતા ઉપર ધ્યાન આપવું. કોઈપણ વિષય ઉપર ગહન વિચાર કરવો. ધીરજ રાખવી અને સમગ્ર વાતને સમજીને નિર્ણય કરવો. બિઝનેસ સામાન્ય રહેશે. મિત્રોની મદદ મળશે.
નેગેટિવ- ઘણા કામ આજે અધૂરા રહેશે. પોતાના માટે સમય ન કાઢી શકવાના કારણે પરેશાન રહેશો. મિત્ર કે પરિવારના સભ્યો સાથે અણબનાવ છે તો તેના ઉપર ધ્યાન આપવું. ગુસ્સામાં આવીને કોઈ ઉત્તર ન આપવો. કડવી અને બિનજરૂરી વાત ન કરવી.
ફેમિલી- મિત્રોની મદદથી સંબંધોમાં સુધારો થશે. વાણી ઉપર સંયમ રાખવો.
લવ- પાર્ટનર સાથે અણબનાવ બનવાના યોગ છે.
કરિયર- નોકરી અને બિઝનેસમાં વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે.
હેલ્થ- પેટના દર્દની સંભાવના છે. ગળું પણ ખરાબ થવાના યોગ છે. સાવધાન રહેવું . મસાલાવાળું ભોજન ન કરવું.
શું કરવું- લોટમાં હળદર મેળવીને બનાવેલી પુરી ગાયને આપવી.
…………………….
મકર
પોઝિટિવ- કોઈ મોટી વાતને લઈને ચાલી રહેલી ચિંતા જતી રહેશે. અચાનક ફાયદો થાનો યોગ છે. અટવાયેલા પૈસા મળી શકે છે. રોજિંદા કામમાં કોઈ અડચણ આવશે નહીં. મિત્રો અને સંબંધીઓ વિશે વિચારશો. મનમાં હકારાત્મક ઊર્જા રહેશે. તણાવની સ્થિતિને સંભાળવાની કોશિશ કરવી. વિકાસની યોજના બનાવશો.
નેગેટિવ- જે કામને હાથમાં લેવા માટે ખચકાટ થાય છે તેને છોડી દેવું. સંતાનની બાબતમાં પરેશાન રહેશો. ભાવુક થઈને વ્યવહાર કરશો તો મુશ્કેલીમાં પડી શકો છો. દિવસ દરમિયાન ભાગદોડ રહેશે. કામમાં અવરોધ પણ આવી શકે છે.
ફેમિલી- સંતાનની બાબતમાં પરેશાન રહેશો.
લવ- પાર્ટનર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
કરિયર- કાર્યક્ષેત્રમાં અધિકારીઓની મદદ મળશે. વિદ્યાર્થીઓનો તણાવ વધી શકે છે.
હેલ્થ- આળસ અને થાક રહેશે. આંખમાં બળતરા થઈ શકે છે.
શું કરવું- ગરીબોને ભોજન આપવું.
…………………
કુંભ
પોઝિટિવ- પૈસાની બાબતમાં ધીમે ધીમે આગળ વધવું. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું. ભાવનાત્મક સ્થિતિમાં સંયમ રાખવો. અનુભવી લોકોની સલાહ મળી શકે છે. કળા, સંગીત, ભાષા, લેખનના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી તક મળી શકે છે. બિઝનેસમાં કર્મચારી ઉપર વધારે ધ્યાન આપવું. મિત્રો સાથે સમય પસાર થશે.
નેગેટિવ- તમારું રોજિંદું કામ બગડી શકે છે. તમારી સામે મુશ્કેલી આવી શકે છે. દરેક કામ તમારા ઈચ્છા પ્રમાણે નહીં થાય. થોડો ગુસ્સો પણ આવશે. પ્રેમી કે જીનવસાથીનું મૂડ ખરાબ થઈ શકે છે. સાવધાન રહેવું. કર્જ લેવું પડી શકે છે. તમારી જવાબદારી છે તેનાથી વધારે કામ ન કરવું. જૂના દુશ્મન તમને પરેશાન કરી શકે છે. વધુ પડતું ચૂપ રહેવું કે આક્રમક રહેવું તમારા માટે હિતાવહ નથી. ઘર સાથે જોડાયેલી સમસ્યા પર સર્જાય શકે છે.
ફેમિલી- જીનવસાથીનું મૂડ ખરાબ થઈ શકે છે. પાર્ટનરને સમય આપવો.
લવ- પાર્ટનર સાથે સમય વિતાવશો. તમને પ્રેમી મળી શકે છે.
કરિયર- કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી. તમારાથી કોઈ ભૂલ પણ થઈ શકે છે. કોમ્પ્યુટર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. જૂની બીમારી પરેશાન કરી શકે છે. પેટ પણ ખરાબ થઈ શકે છે.
શું કરવું- સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરી હનુમાનજીને લગાવવું.
મીન
પોઝિટિવ- રોજિંદા કામ પૂરાં થશે. પરિવર્તનને અપનાવવાનો દિવસ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘર સંબંધી મુશ્કેલી ઉકેલાય જશે. બિઝનેસના કામને લઈને બહાર જવાનું થઈ શકે છે. તમારા ઉપર જવાબદારીઓ આવી શકે છે. મન લગાવીને કામ કરવું. યોગ્ય સમયે તેનું ફળ મળશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. શાંતિથી દિવસ પસાર થશે. આગામી દિવસોનું પ્લાનિંગ કરવું. અમુક બાબતોની ચર્ચા કરવી પડશે. સંતાનની પ્રગતિ થશે. ઘણા કામો પૂરાં થશે.
નેગેટિવ- ઉત્સાહમાં આવીને કામ કરશો તો મુશ્કેલી ઊભી કરશો. એકલવાયું લાગશે. પૈસાની બાબતમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
ફેમિલી- લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. વિચારીને આગળ વધવું.
લવ- પાર્ટનર સાથે સમય વિતાવવો. તેનાથી સંબંધો મજબૂત બનશે. સાથે કામ કરનાર પ્રત્યે આકર્ષણ વધી શકે છે.
કરિયર-કામના સ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈને પૈસા ઉધાર આપવા નહીં. નોકરી અને બિઝનેસમાં મોટા વચનો આપવાથી બચવું.
હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારી જતી રહેશે.
શું કરવું- કોઈપણ મંદિરમાં ઘીનો દીવો કરવો.