Saturday, September 25, 2021
Homeઝૂમનો ઝટકો : કંપનીએ અમેરિકામાં પોતાના સબસ્ક્રાઈબર્સને 85 મિલિયન ડોલરનો દંડ આપવો...
Array

ઝૂમનો ઝટકો : કંપનીએ અમેરિકામાં પોતાના સબસ્ક્રાઈબર્સને 85 મિલિયન ડોલરનો દંડ આપવો પડશે

વીડિયો કોન્ફરન્સિંગ એપ ZOOM (ઝૂમ)ને પ્રાઈવસી મામલે મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ અમેરિકામાં પોતાના સબસ્ક્રાઈબર્સને 85 મિલિયન ડોલર (632 કરોડ રૂપિયા)નો દંડ આપવો પડશે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

હેકિંગ અટેક રોકવામાં ઝૂમ એપ સફળ ન થઈ
એક કોર્ટ ફાઈલિંગ પ્રમાણે, ઝૂમ વીડિયો કમ્યુનિકેશન્સ ઈંક પર પોતાના યુઝર્સના ઈન્ક્રિપ્શન સુરક્ષા વિશે ગુમરાહ કરવા, ફેસબુક સાથે અનુચિત રીતે ડેટા શેર કરવા અને પ્રાઈવેટ મીટિંગને ‘ઝૂમબોમ્બિંગ’ રીતે થતાં હેકિંગ અટેકને રોકવામાં અસફળ થવાનો આરોપ છે.

પેઈડ સબસ્ક્રાઈબર્સને 25 ડોલર આપવા પડશે
સેટલમેન્ટ તરીકે ઝૂમના પેઈડ સબસ્ક્રાઈબર્સને 25 ડોલર અને નોન પેઈડ સબસ્ક્રાઈબર્સને 15 ડોલર આપવાની વાત સામે આવી છે. તેના માટે સેન લુઈસ કેલિફોર્નિયાના જજ લુસી કોહના અપ્રુવલની જરૂરિયાત રહેશે. કંપનીને પ્રાઈવસી પ્રેક્ટિસમાં સુધારો કરવા માટે કહેવાયું છે.

એમેઝોન પર 6545 કરોડ રૂપિયાનો દંડ લાગ્યો હતો
આ પહેલાં ઈ કોમર્સ કંપની એમેઝોન પર લક્જમબર્ગ ઓથોરિટીએ 88 કરોડ ડોલર (6.54 હજાર કરોડ રૂપિયા)નો દંડ લાગ્યો હતો. કંપની પર યુરોપિયન ડેટા પ્રોટેક્શન રુલ તોડવાનો આરોપ લાગ્યો હતો. લક્જમબર્ગ નેશનલ કમિશને 16 જુલાઈએ એમેઝોન પર દંડ ફટકાર્યો હતો. સિક્યોરિટીઝ ફાઈલિંગમાં એમેઝોને તેની માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments