Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસે આજે જાહેરાત કરી હતી કે તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યું છે. આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે 15 જુલાઈએ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે.

કોરોના લડતમાં મહત્વપૂર્ણ પગલું: પંકજ પટેલ
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કહ્યું કે, કોવિડ-19 સામેની આપણી લડતમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઝાયકોવ-ડી વેક્સિન કેન્ડિડેટના ડેવલપમેન્ટમાં ભારત અને નિયમનકારી એજન્સીઓ ICMR અને DGCI, રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન, BIRAC, બાયોટેકનોલોજી વિભાગ, સરકારના સમર્થનને સ્વીકારીએ છીએ. અમે એડેપ્ટિવ ફેઝ-1 અને 2ના આધારે આવતા અમુક મહિનાઓમાં ZyCoV-D પર મહત્વપૂર્ણ ડેટા મેળવીશું.

પ્રી-ક્લીનીકલ ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા
ઝાયડસને કોરોનાની વેક્સિનનું ઉંદર, ગીનીપીગ્સ અને સસલા પર ટ્રાયલ કર્યું હતું જેમાં વેક્સીનને ખૂબ જ સારો ઈમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે. કંપનીનું ભારતમાં જુલાઈમાં 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન કેન્ડિડેટની ક્લિનિકલ GMP બેચીસનું પ્રોડક્શન પહેલાથી જ શરુ કરી દિધેલું છે.

વેક્સીનના એન્ટીબોડીઝ વાઈરસનો નાશ કરવા સક્ષમ
વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments