Tuesday, December 7, 2021
Homeકોરોના વેક્સીન : ઝાયડસ જુલાઈમાં 1000 વ્યક્તિ પર કોરોનાની વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ્સ...
Array

કોરોના વેક્સીન : ઝાયડસ જુલાઈમાં 1000 વ્યક્તિ પર કોરોનાની વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરશે

ઝાયડસે કોવીડ-19 માટે પોતાના અમદાવાદ સ્થિત વેક્સીન ટેકનોલોજી સેન્ટરમાં સંપૂર્ણ ભારતીયએવું પ્લાઝમીડ ડીએનએ વેક્સીન કેન્ડીડેટ(ZyCoV-D) વિકસીત કર્યું છે. આ ડીએનએ વેકસીન કેન્ડીકેટેને દેશમાં ફેઝ-1 અને હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી છે. કંપનીનું ભારતમાં જુલાઈમાં 1000 સબ્જેક્ટ્સ પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે. પ્રાણીઓ પરના અભ્યાસમાં વિવિધ પ્રજાતિઓ જેવી કે ઉંદર, ગીનીપીગ્સ અને સસલાઓમાં વેક્સીનને ખૂબ જ સારો ઈમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે.

વેક્સીનના એન્ટીબોડીઝ વાઈરસનો સંપૂર્ણ સફાયો કરવા સક્ષમ

વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે. સસલાઓમાં માણાસો માટે નિર્ધારિત ત્રણ વખતનો ડોઝ આપ્યા પછી સંપૂર્ણ સલામત રહી શકાય તેવું અને ઈમ્યુનોજેનીક હોવાનું પણ સાબિત થયું છે. ઝાયડ્સે વેક્સીન કેન્ડીકેટ માટેની ક્લિનિકલ જીએમપી બેચીસનું ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતમાં જુલાઈમાં 1000 સબ્જેક્ટ્સ પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે.

(ZyCoV-D) દ્વારા કંપનીએ ભારતમાં નોન-રેપ્લીકેટિંગ અને નોન-ઈન્ટીગ્રેટીંગ પ્લાઝમીડ દ્વારા સફળતાથી અને સંપૂર્ણ સલામતીથી ડીએનએ વેક્સીન પ્લેટફોર્મ જીન ઓફ ઈન્ટરેસ્ટ દ્વારા સ્થાપિત કર્યું છે. વેક્ટર રીસ્પોન્સ સહિત અને કોઈ પણ ચેપી એજન્ટ વિના આ પ્લેટફોર્મ લઘુતમ બાયોસેફટી જરૂરિયાત(BSL-1) સાથે સરતાથી વેક્સીનનું ઉત્પાદન કરવાની યોગ્યતા ધરાવે છે. ઉપરાંત આ પ્લેટફોર્મ વધુ સારી વેક્સીન સ્ટેબીલીટી અને ઓછી કોલ્ડ ચેઈનની જરૂરિયાત દ્વારા ભારતમાં દૂર દૂરના વિસ્તાર સધી સરળ ટ્રાન્સપોર્ટેશન પુરુ પાડશે. વધુમાં પ્લેટફોર્મ જરૂર પડે તો થોડ જ દિવસોમાં જો વાઈરસ મ્યુટેટ થાય તો વેક્સીન એટલી જ અસરકારક રક્ષણ આપી શકે તે માટે વેક્સીન મોડીફાઈ કરી શકે છે. કંપની ZyCoV-D વ્યાપક ધોરણે ભારત અને વિશ્વની જરૂરિયાતને પહોંચી વળવા તેની વિવિધ સાઈટ્સ પર ઝડપથી પ્રોડક્શન કરવા તંત્ર સજજ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments