અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સ્ટાર રેસીડેન્સી, કોસમડી ગામ ખાતે આવેલી શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી પાંચ વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને જુગારનું સાધનસામગ્રી સહિત કુલ ₹૫૩,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓના નામ:
૧. જયવંત ભારસ્કર પાટીલ (ઉ.વ. ૪૯, રહે. અંકલેશ્વર, ભરૂચ)
૨. યોગેશ ભીમરાવ ઠાકરે (ઉ.વ. ૩૧, રહે. જલગાંવ, મહારાષ્ટ્ર)
૩. શાહરૂખ દીલીપ પઠાણ (ઉ.વ. ૩૧, રહે. જલગાંવ, મહારાષ્ટ્ર)
૪. રમજાન કરીમ પીંજારી (ઉ.વ. ૪૪, રહે. જલગાંવ, મહારાષ્ટ્ર)
૫. શાલીક હરદાસ પાટીલ (ઉ.વ. ૪૫, રહે. જલગાંવ, મહારાષ્ટ્ર)
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

