ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના આપેલ …….

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૫૬૧/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ (૨) કવાંટ પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.નં.૧૨૦૨/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫-એ-ઇ,૯૮(૨),૮૧,૮૩ (૩) કરજણ પોલીસ સ્ટેશન સી.પાર્ટ ગુ.ર.નં.૧૦૩૯/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫-એ-ઇ,૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પાનવડ થી છોટાઉદેપુર બાજુ જનાર છે અને તેણે બદનમાં કાળા કલરનું સફેદ લાઇનીંગ વાળુ આખી બાઇનું શર્ટ તથા કમરે ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી બાતમી હકિકત આધારે બાતમી હકીકતથી વાકેફ કરી છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામ-ઠામ પૂછતા તેણે પોતાનું નામ રાજુભાઇ વાગજ્યાભાઇ કલેશ ઉ.વ.૩૨ રહે.છોટી ઉતાવળી બૈડી ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનું જણાવેલ સદરીની અંગ ઝડતી કરતા તેના ખીસ્સામાથી એક ભુરા કલરનો વિવો કંપનીનો ટચસ્ક્રીન મોબાઇલ ફોન મળી આવેલ જેનો સિમ નંબર ૭૨૪૭૨૧૨૧૯૦ નો છે જેની કિંમત રૂ.૫,૦૦૦/- ગણી શકાય સદરીને પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે પાંચ વર્ષ પહેલા પાવી જેતપુર વિસ્તારમાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ હતી તેમાં તેનું નામ ખુલેલે હતું અને આજથી આશરે એકાદ વર્ષ પહેલા તેમનો મિત્ર અરવિંદભાઇ કમસિંગભાઇ ભીલ રહે.બોરચાપડા નાઓ તેમના કબ્જાની બોલેરો પિક અપ ગાડીમાં
ઇગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે કવાંટ પકડાઇ ગયેલ તેમાં પણ તેમનું નામ ખુલેલે હતું અને આજથી આશરે ત્રણેક માસ પહેલા તેમનો મિત્ર રશનભાઇ જયેશભાઇ રાઠવા રહે.ઝુલવાણીયા નાઓ પોતાના કબ્જાની બોલેરો પિક-અપ ગાડીમાં ઇગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે કરજણ બાજુ પકડાઇ ગયેલ તેમાં પણ તેમનું નામ ખુલેલે હતુ તેમજ તેઓ આ ગુનાઓ કરવામાં સામેલ હોવાથી ઘરે હાજર રહેતો ન હતો અને પોલીસ અવાર નવાર મારા ઘરે તપાસ માટે આવતી હોય જેથી કાઠીયાવાડ બાજુ મજુરીએ જતો રહેલ હતો અને આ ગુનો કર્યા બાદ પોલીસ પકડથી દુર રહેલ અને આજ રોજ તેઓ તેમના ઘરે કામકાજ હોવાથી છોટાઉદેપુર આવેલ હતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત પાસે ઉભો હતો તે દરમ્યાન પકડેલ છે અને પુછ-પરછમા તેમણે ગુનાઓ કરેલાની કબુલાત કરતા BNS ૨૦૨૩ની કલમ-૪૧ (૧) જે મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

