બનાસકાંઠાના છાપી પો.સ્ટેશન વિસ્તારમાંથી બાગબાનની બ્રાન્ડેડ કંપનીના નામે બનાવતું ડુપ્લીકેટ તમાકુ બનાવતું ગોડાઉન ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા LCB પોલીસે બાગબાનની બ્રાન્ડેડ કંપનીની તમાકુના નામે ડુપ્લીકેટ તમાકુ બનાવતી ડુપ્લીગેટ કંપનીનુ ગોડાઉન ઝડપી પાડી ડુપ્લીગેટ તમાકુનુ વેચાણ કરતા એક ઇસમને પણ ઝડપી પાડ્યો છે.

ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રજાત સુબે સાહેબ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા LCB PI
એ. વી. દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ચાંપી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગોડાઉનમાં બાગબાનની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ તમાકુ બનાવતું હોવાની બાતમી મળવા પામી હતી. આ હકીકત આધારે બાતમી વળી જગ્યા છાપી થી રજોસણા જતા રોડ ઉપર આવેલ રીયલ એસ્ટેટ કોમ્પલેક્ષમાં આવેલ ગોડાઉન ૧.૪૧ માં LCB પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. તપાસ દર્મિયાન બાગબાનની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ તમાકુ બનાવાતું હોવાનું જોવા મળી આવ્યું હતું. જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જગ્યા સ્થળે હાજર આરોપી અબ્દુલસમદ ઇસ્માઇલ જાતે બસન રહેવાસી રજોસણા તાલુકો વડગામ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પાથી બાગબાન કંપનીના ડુપ્લીકેટ ડબ્બા તથા પાઉચ નંગ-૧૮૪૭ જેની કિંમત રૂ.45,867/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન અન્ય એક ઈસમ પણ આમ સામેલ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પોલીસે બન્ને ઇસમોની વિરૂધ્ધમાં છાપી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીમાં જીલ્લા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓમાં જિલ્લા LCB PI એ.વી.દેસાઈ PSI એસ.જે. પરમાર હેડકોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી હેડકોન્સ્ટેબલ અલ્પેશકુમાર જીવણજી અને પોલીસ કોન્સ્ટેબલ ધરમપાલસિંહ જનકર્સિડ દ્વારા કરવામાં આવી હતી.

