ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય સમાજ દ્વારા કારતક સુદ છઠ્ઠના રોજ છઠ પૂજા મહોત્સવની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓએ સાંજે અસ્ત થતા સૂર્યદેવને પવિત્ર જળનું અર્ઘ્ય અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી. સંતાનોના દીર્ઘ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે મહિલાઓએ આ કઠિન વ્રતનું પાલન કર્યું હતું.

પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલા આ પર્વમાં હવે ગતરોજ સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ વ્રતના પારણાં કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
