અંકલેશ્વર: સ્વચ્છતા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુપરવાઈઝરો અને સંસ્થાઓનું સન્માન કરાયું

0
70
meetarticle

ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સુપરવાઈઝરો અને યોગદાન આપનાર શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓનો સન્માન સમારોહ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો.


નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૧, ૬ અને ૭ માં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની યોગદાન આપનાર તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પણ સન્માન પત્ર આપીને ગૌરવિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતા રેલી અને સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here