અનિલ કપૂર પોતાની આગામી ફિલ્મમાં ફ્રેન્ચ એકટ્રેસ જુલી ડેલ્પી સાથે સ્ક્રીન શેર કરશે. ‘લંચબોક્સ ‘ સહિતની ફિલ્મો બનાવનારા રિતેશ બત્રા આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં ભારતીય પુરુષ અને વિદેશી મહિલાની લવ સ્ટોરી હોવાની ચર્ચા છે. બત્રાએ અનિલ કપૂરને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. તે પછી અનિલે આ ફિલ્મ માટે લીલીઝંડી આપી દીધી હતી. મોટાભાગે આ મહિને જ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે.

ફિલ્મના અન્ય કલાકારો કે ટાઈટલ વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. અનિલ કપૂર માટે વિદેશી કોલબરેશન ધરાવતી ફિલ્મો નવાઈની વાત નથી. થોડા સમય પહેલાં તેણે ટોમ ક્રુઝની ‘મિશન ઈમ્પોસીબલ, ઘોસ્ટ પ્રોટોકોલ’માં પણ કામ કર્યું હતું.

