GUJARAT : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર, રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસે કર્યુ ચેકિંગ

0
41
meetarticle

રાજકોટમાં રમાનાર મેચને લઇને સ્ટેડિયમમાં કરવામાં આવ્યું ચેકીંગ અને બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા કરાયું ચેકિંગ, કોણ અણબનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ છે. મેચમાં ફ્રી એન્ટ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે ત્યારે કોઈ અણબનાવ ના બને એ માટે પોલીસે ચેકિંગ હાથધર્યુ છે.

રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર છવાશે. શહેરના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારતની એ ટિમ અને દક્ષિણ આફ્રિકાની એ ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી રાજકોટમાં શરૂ થવા જઇ રહી છે. જેને લઇને આજે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટલ ખાતે સાઉથ આફ્રિકા A અને ઈન્ડિયા A ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા.

મેચ દરમિયાન કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને અને હજારો દર્શકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાની ચકાસણીના ભાગરૂપે, સ્ટેડિયમમાં બૉમ્બ સ્ક્વૉડ (Bomb Squad) અને ડોગ સ્ક્વૉડ (Dog Squad) દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્ક્વૉડ્સ દ્વારા સ્ટેડિયમના પાર્કિંગ એરિયા, પિચની આસપાસના વિસ્તાર, પ્રેક્ષક ગેલેરીઓ અને ડ્રેસિંગ રૂમ સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોનું ખૂણે ખૂણે નિરીક્ષણ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here