રાજકોટ : ગ્રામ્ય LCBએ જેતપુર નજીકથી બોલેરો પીકઅપમાંથી ૯૫૦ લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

0
209
meetarticle

જેતપુર તાલુકાના ચોકીધાર ચેક સ્પોટથી એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતી એક બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડી છે. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ૯૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબી પોલીસે દારૂ, બોલેરો, મોબાઈલ સહિત કુલ ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીની ધરપકડ કરી, બેની શોધખોળ હાથ ધરાઈ છે.

રાજકોટ રૂરલ એલસીબીના પીએસઆઈ આર.વી.ભીમાણી સાથે એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલ બાતમીના આધારે જેતપુર તાલુકાના ચોકીધાર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. અને ત્યાંથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી નંબર જજે ૧૧ વીવી ૩૨૩૮ને રોકવામાં આવી હતી.

ગાડીની તપાસ કરતાં તેમાંથી દેશી દારૂ ૯૫૦ લીટર મળી આવ્યો હતો, ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલા ઈસમની અટક કરી નામ પુછતાં અનીલ હમીરભાઈ ચૌહાણ (રહે. સહજાનંદ પાર્ક સોસાયટી રાજકોટ) તેમજ વનરાજભાઈ પ્રતાપભાઈ ગોહિલ (રહે. શાપર પાટીયે પરફેક્ટ હોટલની બાજુમાં મુળ રહે સુત્રાપાડા) હોવાનું જણાવ્યું હતું.

પકડાયેલ બંને ઇસમોની આકરી પુછપરછ કરતા આ દેશી દારૂ કાસમભાઈ અને વસીમભાઈ (રહે. બંને વંથલી બાયપાસ દીલાવરનગર)એ ભરાવી આપ્યાની કબૂલાત કરી હતી.

એલસીબી પોલીસે દેશી દારૂ ૯૫૦ લીટર, મહેન્દ્રા બોલેરો પીકઅપ, બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી, જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે પ્રોહી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here