રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં હદપાર થયેલ ઇસમો ઉપર વોચ રાખી હદપારી હુકમનો ભંગ કરનાર ઇસમો મળી આવ્યે કાયદેસ કાર્યવાહી કરવા સુચાના આપેલ.

જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમાર તથા પો.કોન્સ.મીરલભાઇ ચંદ્રવાડીયા નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે હદપાર થયેલ મેહુલભાઇ નરેશભાઇ દેવંતકા રહે. જેતપુર જુના પાંચપીપળા રોડ, દીપાલી ડાંઇગ પાસે, જનતા નગર-૨,જેતપુર ને રાજકોટ જીલ્લા તથા રાજકોટ શહેરની હદમાંથી ૪ માસ ની મુદત માટે હદપાર થયેલને જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

