રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાંથી હદપાર થયેલ ઇસમો ઉપર વોચ રાખી હદપારી હુકમનો ભંગ કરનાર ઇસમો મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.એમ.ડોડીયા નાઓની રાહબારી હેઠળ અત્રે પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. આર.જે.જાડેજા તથા પોલીસ કર્મચારીઓ ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ સાહેબ ગોંડના હદપારી કેશ ગુજરાત પોલીસ અધિનીયમ ૧૯૫૧ ની કલમ ૫૭(ગ) અન્વયે રાજકોટ જીલ્લા તથા રાજકોટ શહેર ની હદમાંથી ચાર માસ ની મુદ્દત માટે હદપાર થયેલ ઇસમને ગોંડલ તાલુકા ના શેમળાગામના પાટીયા પાસેથી પકડાયેલ આરોપી વિરમભાઇ ઉર્ફે પોપટ ઉર્ફે ભુપત જાદવભાઇ પરમાર રહે.શેમળાપરા વિસ્તાર, શેમળા ગામ તા.ગોંડલ જી.રાજકોટને પકડી પાડી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

કામગીરી કરનાર પો.ઇન્સ. વી.એમ.ડોડીયા, તથા પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા, તથા એ.એસ.આઇ. રૂપકબહાદુર હસ્તબહાદુર પો.હેડ.કોન્સ પ્રતાપસિંહ કરશનભાઇ, ધર્મેન્દ્રસિંહ દાનુભા તથા પો.કોન્સ. રવીરાજસિંહ બાપાલાલ, રણજીતભાઇ મેરામભાઇ, જયદિપસિંહ લગધીરસિંહ, જયદિપભાઇ જોરૂભાઇ, ભરતભાઇ સતાભાઇ, પૃથ્વીરાજસિંહ ઉમેદસંગ, ભગીરથભાઇ નાગભાઇ જોડાયા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

