વાગરા: સાંચણ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતાં ટ્રક ડ્રાઈવરનું મોત

0
39
meetarticle

વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક રવિવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતાં ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ભરૂચ રીફર કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, GJ-27-TD-0273 નંબરની એક હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઊભી હતી અને તેનો ચાલક પાછળના ભાગે કામ કરી રહ્યો હતો. તે જ સમયે, પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક બંને વાહનો વચ્ચે કચડાઈ ગયો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.


અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કારમાં સવાર બદલપુરા ગામના બે યુવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને વાગરાથી વધુ સારવાર માટે ભરૂચની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here