સુરતના રાંદેરમાં એક ઘરમાં પોલીસે દરોડો પાડીને દારૂના જથ્થા સાથે 8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત અહીંથી પોલીસે 22 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર શખ્સો પલાયન થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ SMC પોલીસને માહિતી મળી હતી કે સુરત શહેરના રાંદેરમાં પુજાદીપ કોમ્પ્લેક્સ નજીક બોમ્બે કોલોનીમાં કેટલાક શખ્સોએ દેશી વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છેજેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

અહીંથી પોલીસે રૂ.2,82,229 ની કિંમતનો વિદેશી દારૂ, રૂ,13,200 ની કિંમતનો 66 લિયર દેશી દારૂ, 19 મોબાઈલ, રોકડ રકમ અને છ વાહનો મળીને કુલ રૂ. 8,17,294નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે અહીંથી સોડા, સ્પ્રાઈટ, થમ્સઅપ અને પાણીની બોટલો પણ કબજે કરી હતી. આ સંદર્ભે પોલીસે 22 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ રાંદેર પોલીસ સ્ટેશન ચલાવે છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
