ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સુરત પોલીસે વધુ એક સખત પગલું ભર્યું છે. સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિબશનના અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી દ્વારા પોલીસે કાયદાના અમલ અંગેનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ કતારગામ, મહીધરપુરા, લાલગેટ, અને ચોકબજાર જેવા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૫૯ અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.પોલીસે આ તમામ કેસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ દારૂનો જથ્થો નાશ કરવા માટે એકત્રિત કર્યો હતો.પોલીસ દ્વારા જાહેર સ્થળે એક ખુલ્લા મેદાનમાં દારૂના આ જથ્થાને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ૨,૯૧૩ વિદેશી દારૂની બોટલો એકઠી કરવામાં આવી હતી. આ જપ્ત થયેલા દારૂની કુલ કિંમત આશરે ₹૭,૨૫,૧૨૯ થવા પામે છે.પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂની આ તમામ બોટલોને મેદાનમાં પાથરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવીને દારૂનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે દારૂનો નાશ કરવાની કાર્યવાહી પોલીસની પ્રોહિબિશન વિરોધી કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે.સુરત શહેર સતત દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સક્રિય રહ્યું છે. સમયાંતરે પોલીસ દ્વારા દારૂના ધંધામાં સંડોવાયેલા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આ પ્રકારે નાશ કરીને પુરાવા રૂપે પણ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
આ કાર્યવાહીથી શહેરમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે, પોલીસની નજર સતત તેમના પર છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવશે નહીં. સુરત પોલીસનું આ પગલું નાગરિકોમાં કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

