BUSINESS : સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ

0
55
meetarticle

વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવીને અમેરિકા હવે ગ્રીનલેન્ડને કબજે કરવાની તૈયારી કરી રહ્યાના અને એક પ્રકારે ચાઈના, રશીયા સહિતને ભીંસમાં લેવાનો વ્યુહ ઘડી રહ્યું હોઈ ચાઈના પણ તાઈવાનને કબજે કરવાની દિશામાં આગળ વધવાની અને આ ડેવલપમેન્ટ વિશ્વને ત્રીજા યુદ્વ તરફ દોરી જવાનું જોખમ સ્પષ્ટ જોવાઈ રહ્યું હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. ભારતને ભીંસમાં લેવા અને રશીયાથી ઓઈલની ખરીદી સદ્દંતર બંધ કરાવવાની જાણે ટ્રમ્પે જીદ પકડી હોય એમ ભારત પર વધુ આકરાં ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પ સરકાર તૈયારી કરી રહ્યાના અને આ માટેનું બિલ પસાર કરવા મૂક્યાના અહેવાલોની અને રિન્યુએબલ એનજીૅં ક્ષેત્રે પણ ભારત સાથે સહયોગ તોડવાની શરૂઆત કર્યાની નેગેટીવ અસરે આજે ઓલ રાઉન્ડ શેરોમાં ધોવાણ થયું હતું. વિદેશી ફંડોએ ભારતમાંથી ઉચાળા ભરવાનું ચાલુ રાખ્યું હોઈ સતત શેરોમાં વેચવાલી થવા સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ હવે અનેક શેરોમાં વેલ્યુએશન ડામાડોળ થવા લાગતાં રોકાણકારોનું રિડમ્પશન પ્રેશર આવવા લાગ્યું હોઈ કેશ હાથ પર રાખવાની કવાયતમાં આજે પેનીક સેલિંગ થયાની ચર્ચા હતી. ફંડોએ આજે પેનીક સેલિંગમાં મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ સહિતમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી. સેન્સેક્સ ૭૮૦.૧૮ પોઈન્ટ તૂટીને ૮૪૧૮૦.૯૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૩.૯૦ પોઈન્ટ ગબડીને ૨૫૮૭૬.૮૫ બંધ રહ્યા હતા

.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૬૮ તૂટયો

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ ઓલ રાઉન્ડ મોટાપાયે વેચવાલી કરતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. ભારતના સોલાર-રિન્યુએબલ એનજીૅ મિશનને ફટકો મારી અમેરિકાએ કેટલાક સંગઠનોની સાથે ભારતના સંગઠન સાથે પણ સહયોગ તોડયાના અહેવાલે આજે નેગેટીવ અસર જોવાઈ હતી. ભેલ રૂ.૩૧.૪૦ તૂટીને રૂ.૨૭૨.૩૦, પાવર ઈન્ડિયા રૂ.૧૧૫૩ તૂટીને રૂ.૧૮,૪૪૦.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૫૭.૫૦ તૂટીને રૂ.૫૦૪૧.૩૦, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૦૫ તૂટીને રૂ.૧૧૭.૯૦, સિમેન્સ રૂ.૧૨૪.૪૦ તૂટીને રૂ.૩૦૦૯.૯૦, પોલીકેબ રૂ.૧૩૯.૯૫ ઘટીને રૂ.૭૭૫૪.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૬૮.૭૯ પોઈન્ટ તૂટીને ૬૬૨૬૭.૬૫ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં એકાએક ભૂક્કો બોલાયો

ભારત અને ચાઈના પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચેતવણીએ નિકાસોને મોટો ફટકો પડવાની ચિંતાએ શેરોમાં તેજીનો વેપાર સંકેલાવા માંડયો હતો. હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૯.૨૦ તૂટીને રૂ.૫૯૦.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૯.૪૫ તૂટીને રૂ.૮૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૩૩૩.૫૫, એનએમડીસી રૂ.૪.૫૭ ઘટીને રૂ.૮૧.૬૨, હિન્દાલ્કો રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૨૮૭.૫૫, વેદાન્તા રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૬૦૩.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૪.૩૫ ઘટીને રૂ.૧૧૫૫.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૭૦.૮૮ પોઈન્ટ તૂટીને ૩૬૭૨૪.૧૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરો ફરી રિવર્સ ગીયરમાં

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફરી ફંડોએ મોટી વેચવાલી કરતાં ઘણા શેરો રિવર્સ ગીયરમાં આવી ગયા હતા. ઉનો મિન્ડા રૂ.૪૮.૮૦ તૂટીને રૂ.૧૨૬૯.૫૫, સોના કોમ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૪૬૨.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૨૬.૩૦ ઘટીને રૂ.૫૮૫૩.૦૫, ભારત ફોર્જ રૂ.૩૦.૩૦ ઘટીને રૂ.૧૪૫૩.૪૫, એક્સાઈડ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૩૫૨.૮૦, બોશ રૂ.૪૮૮.૩૫ ઘટીને રૂ.૩૮,૬૫૪.૪૦, ટીવીએસ મોટર રૂ.૪૦.૬૫ ઘટીને રૂ.૩૭૯૮.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૮૯.૪૦ પોઈન્ટ ગગબડીને ૬૩૦૬૧.૩૪ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવાના એંધાણ

વેનેઝુએલા પર કબજો જમાવીને અમેરિકા વૈશ્વિક ઓઈલ પુરવઠા પર પોતાનું નિયંત્રણ મેળવવાના અને વિશ્વ બજારમાં સપ્લાય અને ભાવ નક્કી કરવાનો ગેમ પ્લાન રચી રહ્યું હોઈ ક્રુડ ઓઈલની ભારતની આયાત આગામી દિવસોમાં મોંઘી બનવાના સંકેતે આજે ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં મોટાપાયે વેચવાલી કરી હતી. એચપીસીએલ રૂ.૨૪.૬૫ તૂટીને રૂ.૪૫૧.૭૦, બીપીસીએલ રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૩૫૪.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૨૮૩.૫૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૫૬.૫૫, ઓએનજીસી રૂ.૭.૭૦ ઘટીને રૂ.૨૩૧.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૮૦ ઘટીને રૂ.૧૪૭૦.૩૦ રહ્યા હતા.બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૮૮૩.૧૭ પોઈન્ટ તૂટીને ૨૭૧૨૨.૬૫ બંધ રહ્યો હતો.

ભારતીય આઈટી કંપનીઓની હાલત કકોડી થશે

અમેરિકા એક તરફ ભારત પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યાના અને બીજી તરફ ભારતીય આઈટી કંપનીઓ પરની એચ૧બી વીઝા નિયંત્રણો સહિતના નિર્ણયો લઈ ભીંસ વધારવાના પગલાં લઈ રહ્યું હોઈ ભારતીય આઈટી કંપનીઓની હાલત કફોડી બનવાના સંકેતે આજે આઈટી શેરોમાં ફરી કડાકો બોલાયો હતો. માઈન્ડટેક રૂ.૧૩.૮૦ તૂટીને રૂ.૨૨૨.૧૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૫.૭૦ તૂટીને રૂ.૬૭૮.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૦૭.૧૫ પોઈન્ટ તૂટીને ૩૬૭૮૩.૩૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું સેલિંગ પ્રેશર આજે વધતું જોવાયું હતું. યશ બેંક ૭૮ પૈસા તૂટીને રૂ.૨૨.૭૨, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫ ઘટીને રૂ.૧૬૧.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૮.૪૦ ઘટીને રૂ.૧૬૧.૩૦, પીએનબી રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૨૨.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૮૮૩.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૫ ઘટીને રૂ.૯૯૭.૮૫, એયુ બેંક રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૯૯૨.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૩.૭૭ પોઈન્ટ તૂટીને ૬૭૦૦૮.૭૭ બંધ રહ્યો હતો.

અત્ર, તત્ર, સર્વત્ર મંદી સ્મોલ, મિડકેપ શેરોમાં કડાકો

બજારમાં મોટી મંદીના ભણકારાં વચ્ચે આજે શેરોમાં અત્ર, તત્ર, સર્વત્ર ફંડો, ઓપરેટરોએ કડાકો બોલાવી દેતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૯૨ અને ઘટનારની સંખ્યા ૩૨૨૪ રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૭.૬૯ લાખ કરોડ ધોવાઈ

શેરોમાં આજે ઓલ રાઉન્ડ ગાબડાં પડતાં અનેક શેરોના ભાવો પાણી પાણી થવા લાગતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૬૯ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૭૨.૨૫ લાખ કરોડ રહી ગયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here