મેષ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.
વૃષભ : બપોર સુધી આપને કામકાજમાં સરળતા રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. પરંતુ ત્યાર પછીના સમયમાં મુશ્કેલી જણાય.
મિથુન : સીઝનલ ધંધામાં નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે. સામાજિક વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કર્ક : દિવસ દરમ્યાન માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસંમજસતા દ્વિધા રહે.
સિંહ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.
કન્યા : વાણીની સંયમતા રાખીને કામકાજ કરી લેવું. પરદેશના કામમાં મુશ્કેલી જણાય. બપોર પછી આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે.
તુલા : નોકરી ધંધાના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
વૃશ્ચિક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવા. યાત્રા-પ્રવાસમાં ઉતાવળ કરવી નહીં. નોકર ચાકરવર્ગની મુશ્કેલી રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.
મકર : રાજકીય સરકારી કામકાજમાં, જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં.
કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મીન : સંતાનના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. પરદેશના કામ અંગેની મિલન મુલાકાતમાં પ્રતિકૂળતા રહે. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.

