મહેસાણા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યાને નાથવા અને પાલનપુર-અમદાવાદ હાઇવે પર વાહનોના ભારણને ઘટાડવા માટે નાગલપુર ચાર રસ્તા પર 1.25 કિલોમીટર લાંબો ફોરલેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ બ્રિજનું નિર્માણ કાર્ય નવરાત્રિ દરમિયાન શરૂ થશે અને આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ ઉપરાંત, પાલાવાસણા અને ખારી નદીના બ્રિજનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે. જેનું લોકાર્પણ પણ નજીકના દિવસોમાં થશે. આ સાથે, રૂ.64 કરોડના ખર્ચે વધુ એક બ્રિજનું નિર્માણ કાર્ય પણ શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ મહેસાણાના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ ઉપરાંત, રાધનપુર ચાર રસ્તા સહિત અન્ય બ્રિજોનું નિર્માણ કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ થશે. જે શહેરના ટ્રાફ્કિ વ્યવસ્થાને વધુ સુગમ બનાવશે. વિકાસનગર પાટિયા સુધી 1200 મીટર લાંબા સર્વિસ રોડની બંને બાજુએ બેરિકેટિંગનું કામ હાથ ધરાશે. આ બેરિકેટિંગનું કામ આગામી 20 દિવસમાં પૂર્ણ થશે. હાઇવેથી સર્વિસ રોડ તરફ્ ડાયવર્ઝન આપવા માટે કટ ખોલવામાં આવશે. જેથી શહેરીજનોને ટ્રાફ્કિની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ દરમિયાન શહેરીજનોને યોગ્ય પાર્કિંગ અને ટ્રાફ્કિ વ્યવસ્થામાં સહકાર આપવા તંત્રએ જણાવ્યું હતું. આ નવા પ્રોજેક્ટ્સ મહેસાણાના વિકાસને નવી ગતિ આપશે અને શહેરની ટ્રાફ્કિ સમસ્યાને નાથવામાં મદદરૂપ બની રહેશે.


