WORLD : પાકિસ્તાનના લાહોરમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30 મુસાફર ઈજાગ્રસ્ત

0
76
meetarticle

પાકિસ્તાનના લાહોર નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના લગભગ 10 ડબ્બા પાટા ખડી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ મુસાફરના મૃત્યુના અહેવાલ નથી, પરંતુ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ટ્રેન લાહોરથી રાવલપિંડી માટે રવાના થઈ હતી. લાહોરથી થોડા કિલોમીટર દૂર શેખુપુરામાં કાલા શાહ કાકુ ખાતે તે પાટા પરથી ઉતરી ગઈ હતી.

અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી

અહેવાલો અનુસાર,  ઈસ્લામાબાદ એક્સપ્રેસ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન લાહોરથી રાવલપિંડી જતી હતી. આ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘણાં મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતનું કારણ શોધવા અને 7 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અગાઉ પણ ટ્રન સર્જાઈ હતી

અગાઉ વર્ષ 2023માં પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સિંધ પ્રાંતના નવાબશાહમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં લગભગ 30 મુસાફરોના મોત થયા હતા. વર્ષ 1990માં પણ એક ટ્રેન દુર્ઘટનામાં 200થી 300 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 700 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.   આ ટ્રેનમાં 1400 લોકોને લઈ જવાની ક્ષમતા હતી, પરંતુ તેમાં 2,000 મુસાફરો હતા. તે દરમિયાન બનેલી આ અકસ્માતને અત્યાર સુધીના સૌથી ખતરનાક અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here