SURENDRANAGAR : સાયલા તાલુકામાં જુગારના 2 દરોડામાં 12 જુગારી ઝડપાયા

0
68
meetarticle

સાયલા તાલુકાના સુદામડા ગામમાં પોલીસે દરોડો પાડી આઠ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. જ્યારે ચોરાવીરા(જી)માં ધજાળા પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા જ્યારે આઠ જુગારી નાસી છુટયા હતા. પોલીસે બંને ગુનામાં ૨૧ શખ્સ સામે ગુનો નોંધી રોકડ, બાઇક, મોબાઇલ સહિતનો કુલ રૂ.૯૭,૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સાયલા તાલુકાના સુદામડા ગામે ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હતો તેવી બાતમીના આધારે સાયલા પોલીસે દરોડો પાડી તપાસ કરતા જુગાર રમતા હેમુભાઈ કલાભાઈ જમોડ, રમેશભાઈ ઝવેરભાઈ કોડિયા, સંજયભાઈ નાનજીભાઈ સોલંકી, ગોળાભાઈ ગોકુળભાઈ સાળેસા, ભરતભાઈ વજુભાઈ કાવીઠીયા, રાજુભાઈ ભાણાભાઈ સાળેસા, વિશાલભાઈ મહેશભાઈ જાદવ, પાર્થભાઈ જગદીશભાઈ પરમાર, નિરવભાઈ વાલાભાઈ (રહે. તમામ સુદામડા)ને ઝડપી પાડયા હતાય જ્યારે એક જુગારી નાશી છુટેલ હતો. પોલીસે રોકડ રૂ.૨૫,૮૫૦, ૫-મોબાઈલ કિં.રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૫૦,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે સાયલા પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક નીચે આવતા ચોરવીરા(જી) ખાતે સેલાજી નામે ઓળખાતી સીમ વિસ્તારમાં તપાસ કરતા ૧૧ શખ્સો જુગાર રમતા હતા. પોલીસે રેડ પાડતા ત્રણ શખ્સો ઝડપાયા હતા જ્યારે આઠ જુગારી નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. પોલીસે રોકડ રૂ.૭,૦૦૦, ૨-બાઇક કિં.રૂ.૪૦,૦૦૦ મળી કુલ મુદ્દા માલ ૪૭,૦૦૦ ઝડપી પાડી ઝડપાયેલા તેમજ નાસી છુટેલા તમામ ૧૧ જુગારી પ્રેમજીભાઈ મેરા ભાઈ મેર, સુખાભાઈ નાનજીભાઈ કુકડીયા, વલ્લભભાઈ ભાવાભાઈ લીંબડીયા, રોહિત ઉર્ફે બગી વિનાભાઈ કમેજરીયા, હરેશભાઈ શાંતુભાઇ જેબલિયા, દેવાભાઈ ભોટાભાઈ ભરવાડ, દીપાભાઇ જેસાભાઇ માઘર, વિપુલભાઈ હનાભાઈ કમેજળીયા, દીપાભાઇ વિઠ્ઠલભાઈ રોજાસરા, રાજુભાઈ વનાભાઈ જમોડ, વાલજીભાઈ ગોદડભાઇ મેર સામે ગુનો નોંધ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here