જેતપુર ઉદ્યોગનગર પોલીસે જુદા જુદા જુગારના ત્રણ સ્થળે દરોડો પાડી ૧૪ શખ્સોને રૂ. ૪૫.૦૩૦ના મુદ્દામાલ સાથે પકડી તમામ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં નવાગઢ બળદેવ ધાર શિવાલય સોસાયટી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો જેમાં (૧) સંજયભાઇ છોટુભાઇ વડેચા, રહે. નવાગઢ, બળદેવ ધાર, શિવાલય સોસાયટી, (૨) દીનેશભાઇ ભગુભાઇ ધામેચા, રહે. નવાગઢ, બળદેવ ધાર, શિવાલય સોસાયટી, (૩) મહેશભાઇ અશોકભાઈ મેસવાણીયા, રહે. નવાગઢ, બળદેવ ધાર, શિવાલય સોસાયટી પાસે, (૪) ભરતભાઇ રણમલભાઈ ડાભી, રહે. નવાગઢ, બળદેવ ધાર, નાગબાઇ સોસાયટી, (૫) અરાફત ઉમરભાઇ હાલેપોત્રા, રહે. બળદેવધાર, નવાગઢ, સ્કુલની બાજુમાં, રોકડા રૂપિયા ૧૪.૦૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં ભાદરના સામાકાંઠે ઓપન સીનેમાની પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો (૧) ભાવીન ઉર્ફે ભાવેશ પ્રવીણભાઈ નૈયા, રહે. લુણાગરી ગામ, તા.જેતપુર, (૨) જયદીપ ઉર્ફે અધો તુલસીદાસ અગ્રાવત, રહે. ભાદરના સામાકાંઠે, રામામંડળ ચોક, (૩) જયેશભાઇ સવજીભાઇ રૂપાપરા, રહે. શિવકૃપા સોસાયટી, જુનાગઢ રોડ, (૪) વિજયભાઇ રસીકભાઈ સોલંકી, રહે. ભાદરના સામાકાંઠે, ભુરીયા બાપાના મંદીર પાસે, ને રોકડા રૂપિયા ૧૨.૫૫૦ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં રબારીકા પાટીયા પાસે અનીલભાઈ વેલ્ડીગ વાળાની ગલીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો તેમાં (૧) નાશીરભાઇ હારૂનભાઇ ભુલેચા, રહે. લાદી રોડ, (૨) હારૂનભાઇ ગફારભાઈ સલોટ, રહે. નવાગઢ, સામીયાણા ડાઇંગની બાજુમાં, (૩) શબ્બીરભાઇ ગનીભાઇ કરગથરા, રહે. સ્ટેન્ડ ચોક, તારવાળી ગલી, (૪) નજીરભાઈ નુરમામદભાઇ લુલાણીયા, રહે. કરશન મુળજી વાળી શેરી, ફુલવાડી, (૫) નાગભાઇ ભીખુભાઇ વાળા, રહે. રબારીકા ગામ, તા.વીસાવદર, જી.જુનાગઢને રૂપિયા ૧૮.૪૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. આમ ત્રણેય દરોડામાં કુલ રૂપિયા ૪૫,૦૩૦/-નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આકામગીરીમાં પીઆઈ ડો. એમ.એમ.ઠાકોર, એએસઆઈ સંજયભાઇ પરમાર હેડ.કોન્સ હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ, વાસુદેવસિંહ જાડેજા રોકાયેલ હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


