મધ્ય પ્રદેશમાંથી ઉપરવાસમાંથી 4,10,483 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.આજે વહેલી સવારે 6 કલાકે નર્મદા નદીમાં ગેટ અને પાવર હાઉસમાંથી મહત્તમ 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને કારને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી.

ગઈ કાલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ માંથી 2,21,480 ક્યુસેક પાણી છોડાતા24 કલાક માં નર્મદા નું પાણી નર્મદા ડેમમાં આવી જતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો. નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોના 27ગામોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. અને ત્રણેય જિલ્લા કલેક્ટરને સાવચેતી ના પગલા લેવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે.

24 કલાકમાં 10 સેમી નો વધારો નોંધાયો છે.નર્મદા ડેમની હાલની સપાટી 135.47 મીટર નોંધાઈમહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 90% ભરાઈ ગયો હતો.
REPORTER :દીપક જગતાપ, રાજપીપલા

