જેતપુર તાલુકા પોલીસે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડયા હતા અને જુગાર રમતા 2 મહિલા અને 15 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ રકમ 33.740 નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.એમ.હેરમા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ હતા તે દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી. જે આધારે બે સ્થળોએ દરોડા પાડતા 17 ખેલી ઝડપાય હતાં.
પ્રથમ દરોડામાં જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને સાત પુરુષો તેમાં (૧) પ્રકાશભાઇ ગોરધનભાઈ ચાવડા (૨) કિશોરભાઈ રાજેશભાઈ ધામેચા (૩) નીતિનભાઈ જેન્તિભાઈ ચાવડા (૪) શૈલેષભાઇ રમેશભાઈ પંડારીયા (૫) વિશાલભાઇ કિશોરભાઇ ચૌહાણ (૬) જયદિપભાઇ મનસુખભાઇ મકવાણા (૭) કાનજીભાઇ હરસુખભાઇ મકવાણા (૮) વિજુબેન રમેશભાઇ પંડારીયા (૯) સોનલબેન શામજીભાઇ પરમાર (રહે. બધા થાણાગાલોલ તા.જેતપુર) ને રોકડા રૂપિયા 23.380 સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં તાલુકાના ચાંપરાજપુર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોય જેથી દરોડો પાડતા આઠ શખ્સો તેમાં (૧) હિતેષભાઇ કાળુભાઇ પરમાર (૨) સુરેશભાઇ રણછોડભાઇ ડાબેસરા (૩) દિનેશભાઇ વિઠ્ઠલભાઇ પરમાર (૪) કલ્પેશભાઇ બાબુભાઇ સોલંકી (૫) કિશોરભાઇ વિઠ્ઠલભાઇ પરમાર (૬) અજયભાઇ દિલીપભાઇ ડાબેસરા (૭) કૌશલભાઇ અશ્વિનભાઇ મકવાણા (૮) મયુરભાઇ નટવરભાઇ સોલંકી (રહે. બધા ચાંપરાજપુર તા.જેતપુર)ને રોકડ રૂપિયા 10.360 સાથે ધરપકડ કરી હતી. બંને દરોડા મળી કુલ રૂપિયા 33.740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કામગીરીમાં પીઆઈ એ.એમ.હેરમા એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, વિપુલભાઈ મારૂં હેડ.કોન્સ અજીતભાઈ ગંભીર, મનેશભાઈ જોગરાદિયા, પ્રદ્યુમનસિંહ વાધેલા, ઝવેરભાઈ સારલા જોડાયા હતા
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


