
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે નારી ગામે જાહેરમાં જુગાર રમતા સુરેશ રાઠોડ, રાજુ ઝાપડિયા, લાલજી બાવળીયા, અમૃત પનારીયા, વિક્રમ બાવળીયા, સંદિપ ગોહેલ, મીલન ગોહેલ, સંજય વડલીયા, જયદિપ રાઠોડ, મનજી ભંબુચા, અશોકભાઈ ગોહેલ, જસમત બાવળીયા, ગોરધન જમોડને રોકડા રૂ.૫૭,૪૦૦ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. જ્યારે સિહોરના રાજપરા ગામે પ્લાસ્ટીકની ફેક્ટરી પાસે જુગાર રમતા ગની સૈયદ, જેરામ ગોહિલ અને મહમદ મસ્તાનને રૂ.૪,૦૫૦ સાથે તથા અન્ય બનાવમાં રાજપરા ગામના ચોકમાં જુગાર રમતા અરવિંદ લોલાણીયા અને દેવજી મકવાણાને કુલ રૂ.૪,૩૬૦ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.

