GANDHINAGAR : ઉપરવાસમાં પાણીની આવક ઘટતા સંત સરોવરના 18 દરવાજા બંધ

0
87
meetarticle

ગાંધીનગર સંત સરોવડર ડેમના 21 જેટલા ગેટ 72 કલાકથી વધુ સમય માટે ખુલ્લા રખાયા બાદ 18 જેટલા ગેટ બંધ કરવામાં આવ્યા હતા.

આજે સાંજ સુધીમાં ડેમના ત્રણ દરવાજા ખુલ્લા રાખીને 10 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતુ.ં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં શનિવારે સાંજે ડેમના તમામ ગેટ ખોલીને ફરી ફ્લો પાણી છોડવામાં આવ્યું હતું. જોકે પાણીની આવક ઘટતા મંગળવારે રાત્રે જ 21માંથી 18 ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગાંધીનગર સંત સરોવર ડેમના ઈતિહાસમાં પહેલીવાર ઉપરવાસમાંથી પાણીની આટલી આવક થઈ હોવાનું કહેવાય છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણી અને ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેની અસરથી ગત શનિવારે સાંજે જ સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલી દેવાની ફરજ પડી હતી. પાણીની સતત આવક વચ્ચે 72 કલાકથી વધુ સમય માટે તમામ દરવાજા ખુલ્લા રાખીને સતત પાણી છોડાયું હતું. જોકે પાણીની આવક ઘટતા ગઈકાલે રાત્રે 18 જેટલા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. આજે સાંજ સુધીમાં ડેમના ત્રણ દરવાજા ખુલ્લા રખાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here