ભાદરવી પૂનમના મેળા દરિમયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. સેવા કેમ્પોમાં માઇભકતો માટે ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ, મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આવા સેવા કૅમ્પો પૈકી અંબાજી મેળામાં માઇભકતો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનતો સેવા કેમ્પ એટલે સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ છે.
અંબાજી માર્ગ પર રતનપુર દાંતા પાસે છેલ્લા ૧૮ વર્ષથી સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ આયોજિત થાય છે. વિશાળ મંડપમાં ઊભા કરાયેલા જય જલિયાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.
જય જલિયાણ સેવા કેમ્પના આયોજક હિતેશ ભાઈ ઠક્કરે જણાવ્યું કે, છેલ્લા ૧૮ વર્ષથી અમે ચાર દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે. જેમાં સવાર અને રોટલી શાક, દાળ ભાત, બુંદી, ગાંઠીયા, છાશ રાત્રે ખીચડી કડી નો ભોજન પ્રસાદ આપવામાં આવે છે. કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય એવી પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે.
માઇભકતો આ સેવા કેમ્પનો લાભ લઈ હોંશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે. છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રી પ્રકાશ વાઘેલાએ જણાવ્યું કે તેઓ દસ વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે. અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો.
REPORTER : દિપક પુરબીયા




