સતલાસણાના ઉમરી ગામના 2 સગીરો શાળાએ અભ્યાસ કરવા જતાં રસ્તામાં એક સ્ત્ર્રી મિત્રને બાઇક પર બેસાડી ખેરાલુ મૂકી આવ્યા બાદ પરત ફરતા રસ્તામાં જ 7 જેટલા શખ્સોએ કારમા તેમનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો હતો.
ઉમરી ગામે રહેતા જ્યોત્સનાબેન પરમારે પોલીસમાં લખાવેલી ફરીયાદ મુજબ તેમનો અને તેમની સાથે કામ કરતા ગોમતીબેન શ્રીમાળી બન્નેના પુત્રો શાળાએ ન આવ્યા હોવાનો સ્કૂલના શિક્ષકનો ફેન આવ્યો હતો. જેથી તેઓ પોતાના સંતાનોને શોધતા હતા. તેવામાં દિનેશભાઈ પરમાર એ ફરીયાદીના પતિને સંપર્ક કરી તેમની પાસે જઈ અપશબ્દો બોલી લાફ માર્યા હતા. તો બન્ને સગીરો તેમના કબ્જામાં હોવાનું કહી સતલાસણા પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં બાઇક પર બેસાડેલ સ્ત્ર્રી મિત્રના પરિવાર સાથે મળી સામાજિક સમાધાન કરેલ હતું. જોકે બીજે દિવસે સગીરના શરીરે અસહ્ય દુખાવો થતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં તેને પોતાની સાથે બનેલ ઘટનાની જાણ કરતા તે અને તેનો મિત્ર ખેરાલુ થી બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સોમા ઉર્ફે હરેશ પરમાર સહિત 7 વ્યક્તિઓ વેગેનાર અને ઇક્કો તેમજ એક રીક્ષા લઈને આવેલા અને તે બન્ને સગીરોને માર મારી વેગેનાર ગાડીમાં બેસાડી મારતા મારતા શેષપુર ગામે લઈ ગયેલ હતા.


