મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે-ધીરે કામનો ઉકેલ આવતાં રાહત રહે.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા રહે.
કન્યા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ વધે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
વૃશ્રિક : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનમાં કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
ધન: આપના યશ-પદ-ઘનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. પરદેશના કામકાજ અંગે દોડધામ રહે.
મકર : બેંકના, વીમા, કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજીક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા જણાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મીન : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

