જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વર ખાતે પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમી રહેલ 25 જુગારીઓને ઝડપી પાડી રૂ. 6.05 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીએ ગઈકાલે બપોરે ગડખોલ પાટિયા નજીક આવેલા ડી.જી. નગર સોસાયટીના મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલ નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટાણી, હરસુખ ફળદુ , વિપુલ ભંડેરી અને કિશોર પાટીલ (તમામ રહે- અંકલેશ્વર )નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,03,360 , 8 નંગ મોબાઈલ ફોન, એક કાર તથા ત્રણ ટુ વ્હીલર સહિત કુલ રૂ. 4,28,860નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. બીજા કિસ્સામાં ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે આજે બપોરે ચાવજ ગામ ખાતે દરોડો પાડી મકાનમાં જુગાર રમી રહેલ નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અશોક પ્રજાપતિ, જયંતિ પ્રજાપતિ, રામકરણ ઠાકોર, બહાદુર ખાચર, ફિરોજ રાણા, બળદેવ વસાવા, યોગેશ મિસ્ત્રી, પીઠા દાફડા અને કેયુર મહેતા તમામ (રહે – ભરૂચ)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 79,500 , 8 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,29, 500ની મત્તા જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ જંબુસર પોલીસે ગઈકાલે સાંજે એકતાનગર પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રફીક જાદવ, પ્રેમકુમાર રાવળ, આદિલ પટેલ, મહેશ મકવાણા, રણજીત રાઠોડ, રાજુ રાવળ અને પ્રકાશ વાઘેલા (તમામ રહે – જંબુસર ગામ) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી રોકડા રૂ.11,250 , 4 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 46750ની મત્તા કબજે કરી હતી.


