GUJARAT : સિકલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાયા: અંકલેશ્વરના બે ગામોમાં 4 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

0
46
meetarticle

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સિકલીગર ગેંગના ત્રણ સભ્યોને સબ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કસ્ટડીમાં લીધા છે. આ આરોપીઓએ અંકલેશ્વર તાલુકાના નૌગામા અને જૂના કાંસીયા ગામમાં બંધ મકાનોને નિશાન બનાવીને કુલ ₹4 લાખની મત્તાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી વધુ ચોરીઓના ભેદ ઉકેલવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.


આ ચોરીની ઘટનાઓમાં, જૂના કાંસીયા ગામમાં આરોપીઓએ એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ₹1.91 લાખની માલમત્તાની ચોરી કરી હતી. જ્યારે નૌગામા ગામમાં પણ એક મકાનમાંથી ₹1.66 લાખની ચોરીનો ગુનો આચર્યો હતો.
આ કેસમાં પોલીસે મલખાન સિકલીગર, કરણસિંગ સિકલીગર અને અમૃતસિંગ સિકલીગર નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ અગાઉ અન્ય ચોરીના ગુનામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયા હતા અને જેલમાં હતા. બી ડિવિઝન પોલીસે હવે આ આરોપીઓને પોતાની કસ્ટડીમાં લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here