જેતપુર તાલુકાનાજેતલસર ગામ પાસે સેંટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન દ્વારા ગીરીરાજ વેરહાઉસ ભાડેથી રાખવામાં આવેલ અને આ વેરહાઉસમા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડ દ્વારા ટેકાના ભાવે ખેડુતો પાસેથી ખરીદ કરેલ મગફળીની ૩૫ કિલોની કુલ ૫૭,૬૦૦ ગુણીઓ સ્ટોરેજ કરી રાખવામા આવેલ જેમા તા.૦૫.૧૨.૨૦૨૪ થી તા.૦૫.૦૮.૨૦૨૫ સુધીમા કોઈ અજાણ્યા ઇસમોએ આ વેરહાઉસ માંથી મગફળીની કુલ ૧૨૧૨ ગુણીઓ જેની કિંમત રૂ. ૩૧,૬૪,૯૫૬ ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ ગોડાઉન મેનેજર અમિત ગિલ્લાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુન્હો નોંધવામાં આવેલ હતો.
તાલુકા પીઆઈ એ.એમ.હેરમાં તથા સર્વેલન્સ સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફુટેજ તપાસવામા આવેલ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસના ડોગ હેન્ડલર હસમુખભાઇ સેગલીયા દ્વારા જેક્સન ડોગ દ્વારા તપાસ કરાવતા ડોગ વેરહાઉસની અંદર તથા આજુબાજુની ૫૦ મીટરની જગ્યામા આંટા મારતો હોય જેથી ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની તથા તેમા કામ કરતા તમામ માણસો તથા સિક્યુરીટીની આગવી ઢબે તપાસ કરતા હતા તે દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલ ચોક્કસ હકિકત આધારે પ્રાથમિક દ્રસ્ટીએ સિક્યુરીટી તરીકે કામ કરતા મિહીર ઉર્ફે મીલો ગોવિંદભાઈ વેકરીયા (રહે જેતપુર) તથા બીપીન ઉર્ફે લાલો મેધાભાઈ મકવાણા (રહે જેતલસર ગામ)ને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે બન્ને ગુન્હાની કબુલાત આપેલ.
બાદ તેની સાથે તેના બે મિત્રો જૈમીન ઉર્ફે બાઠીયો શામજીભાઈ બારૈયા (રહે જેતપુર) તથા સહજ રામજીભાઈ તારપરા (રહે દેરડી ગામ) વાળા સાથે મળી ગીરીરાજ વેરહાઉસમાંથી અલગ અલગ દિવસે છેલ્લા ચારેક મહિનામા ઉપરોક્ત મગફળી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચારેય આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી, આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ માં, મગફળી વેંચાણના રોકડા રૂ.૧૫.૩૫ લાખ રોકડા, મોબાઇલ ફોન ૪ કિંમત રૂ. ૪૦.૦૦૦ મીની ટ્રેક્ટર ટ્રોલી સાથેનુ ૧ કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા રૂ.૧૭,૨૫,૦૦૦ સાથે ધરપકડ કરી હતી.
કઈ રીતે મગફળીની ચોરી કરી,
આરોપી નં.(૧) તથા (૨) સેંટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન દ્વારા ભાડેથી રાખવામાં આવેલ વેરહાઉસમા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હોય અને આરોપી નં.(૩) વેરહાઉસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હોય અને આરોપી નં.(૧) થી (૪) નાઓએ ગોડાઉન માંથી ચોરી અલગ અલગ દિવસો દરમ્યાન રાત્રીના સમયે અલગ અલગ વાહનોમાં મગફળીની ગુણીઓની ચોરી કરી વેંચાણ કરતા.
Repoter : (સુરેશ ભાલીયા જેતપુર,)


