ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થયોછે. સતત વધતી જતી આવકને કારણેકરજણ ડેમ 72.46
% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે હજી ઘણો વરસાદ બાકી છે ત્યારે ડેમ આ વર્ષે 100 ટકા ભરાવાની શક્યતા છે
હાલ કરજણ ડેમની સપાટી 109.78. મીટર પહોંચી છે.
ડેમમાં લાઈવ સ્ટોરેજ 366.34
મિલિયન ઘન મીટર છે.
ગ્રોસ સ્ટોરેજ 390.35મિલિયન ઘન મીટર છે.ડેમમાં પાણીની આવક
32,233ક્યુસેક નોંધાઈ છે
હાઇડ્રોપાવર ચાલુ થયાછે. એમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને ગેટમાંથી 31808 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક32233
ક્યુસેક નોંધાઈ છે.
હાલ કરજણ ડેમના 2,3,5,7 નંબરના 1.80. મીટર પહોળા કુલ 4 ગેટ ખોલાયા છેડેમમાંથી. 32233 ક્યુસેકપાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે.
કરજણ પુલ અડધો ડૂબી ગયો છે.કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર, મયન્ક રાઠોડ ના જણાવ્યા અનુસારનદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તાર ના રાજપીપલા સહીત ભદામ, ભચરવાડા,ધાનપોર,હજર રપરા, ધમણાછા 6 ગામોને એલર્ટ કરાયા છે. અનેકરજણ પુલ પર અવર જવર બંધ કરાઈ છે.કરજણનું પાણી જોવા લોક ટોળાં ઉમટતા હાલ ત્યાંપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા




