ડભોઈ તાલુકાના અમરેશ્વરથી 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું વન વિભાગ ટીમ પકડી લીધો
બે દિવસ પૂર્વે ઢાઢર નદીમાં પાણી આવ્યું હોવાને લઈ કેટલાક જળચર પ્રાણીઓ રહેણાક વિસ્તારના તળાવોમાં કે તલાવડીઓમાં_આવી જવાની ઘટના બની રહી છે. ત્યારે ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામે આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતો એક મગર અમરેશ્વર તલાવડીમાં આવી ચડ્યો હતો.
આ અંગે ડભોઈવન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકી મગરને પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારે 5 ફૂટનો આ મગર પાંજરે પૂરાતાં ડભોઈ ડભોઇ વન વિભાગના અધિકારી કલ્યાણીબેન જ્યારે ફોરેસ્ટ અધિકારી બારોટ શીતલબેન જયારે મગર સ્વસ્થ જણાતાં વન વિભાગ દ્વારા તેને રહેણાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


