ડેનિસ લિલી
ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલી ક્રિકેટ ઈતિહાસના મહાન ફાસ્ટ બોલરોમાંથી એક છે. તેણે પોતાના સમગ્ર ક્રિકેટ કરિયરમાં એક પણ નો બોલ નથી ફેંક્યો. ડેનિસ લિલીએ ઓસ્ટ્રેલિયા માટે 70 ટેસ્ટ અને 63 વનડે રમી છે. તેણે ટેસ્ટમાં 355 વિકેટ અને વન-ડેમાં 103 વિકેટ ઝડપી છે. તેણે પોતાના આખા ક્રિકેટ કરિયરમાં ક્યારેય એક પણ નો બોલ નથી ફેંક્યો.
લાન્સ ગિબ્સ
લાંસ ગિબ્સ વેસ્ટ ઈન્ડીઝના મહાન સ્પિન બોલરોમાંથી એક છે. તેણે વેસ્ટ ઈન્ડીઝ માટે 79 ટેસ્ટ અને 3 વન-ડે રમી છે. લાન્સ ગિબ્સે પોતાના ટેસ્ટ ક્રિકેટ કરિયરમાં 309 વિકેટ ખેરવી હતી. તે ક્રિકેટ ઈતિહાસમાં 300 વિકેટ લેનારા પ્રથમ સ્પિન બોલર છે. લાન્સ ગિબ્સે પોતાના આ લાંબા કરિયરમાં ક્યારેય નો બોલ નથી ફેંક્યો. તે આ રેકોર્ડ ધરાવતો એકમાત્ર સ્પિન બોલર છે.
ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રિકેટર ઈમરાન ખાન એક મહાન ક્રિકેટર છે. ઈમરાન ખાને 1992માં પાકિસ્તાન માટે એકમાત્ર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. તે પોતાની બોલિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતો. ઈમરાન ખાને પાકિસ્તાન માટે 88 ટેસ્ટ અને 175 વન-ડે રમી હતી. ઈમરાન ખાને પોતાના આખા કરિયરમાં ક્યારેય નો બોલ નથી ફેંક્યો. તેણે આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
કપિલ દેવ
ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ મહાન ક્રિકેટરોમાંથી એક છે. 1983માં કપિલ દેવે ભારત માટે પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ક્રિકેટ આજે જે સ્થિતિમાં છે તેનો પાયો કપિલ દેવે નાખ્યો હતો. કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વન-ડે મેચ રમી છે. તેના સમગ્ર ક્રિકેટ કરિયરમાં કપિલ દેવે એક પણ નો બોલ નહોતો ફેંક્યો અને આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.


