GUJARAT : ગોંડલ તાલુકાના ઉમવાડા ગામની સીમમાં જુગાર રમતા ૫ નબીરા ઝડપાયા,ત્રણ ફરાર

0
71
meetarticle

જન્માષ્ટમી નિમિત્તે જુગાર અંગે પોલીસે દોડધામ કરી શ્રાવણયો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગોંડલ તાલુકાના ઉમવાડા ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી રૂ.૭૧.૫૪૦ અંગ ઝડતી તેમજ દાવ પરની રોકડ સહિત પાંચ ને ઝડપી પાડયા છે, જ્યારે ત્રણ ફરાર થયેલ જુગારીઓને ઝડપી પાડયા કવાયત હાથ ધરી છે.

ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારના માર્ગદર્શન મુજબ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ઉમવાડા ગામે આવેલ હેલાડાની વિડી તરીકે ઓળખાતી સીમમાં જાહેર જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી તેના પગલે પોલીસ જવાનો એ દરોડો પાડતા કુલ ૫ જુગારીઓ ઝડપાયા હતા જ્યારે અન્ય ૩ ફરાર થયા હતા ઝડપાયેલ જુગારીમાં ( ૧) ઇકબાલભાઇ કરીમભાઇ ચુડાસમા રહે.મોટા ઉમવાડા ગામ તા.ગોંડલ (૨) કરશનભાઇ ધરમશીભાઇ મોરબીયા રહેશે મોટા ઉમવાડા ગામ તા.ગોંડલ (૩) પ્રફુલભાઇ વાલજીભાઇ ગોસાઇ રહે[ગરનાળા ગામ તા.ગોંડલ (૪) નવલદાન હરીસંઘભાઇ મહેડુ રહે.નાંદુ પીપળીયા ગામ તા.લોધીકા (૫) વિપુલભાઇ પુનાભાઇ મિઠાપરા રહે.મોટા ઉમવાડા તા.ગોંડલ ને રોકડ રૂપિયા ૩૪.૫૪૦ તથા મોટરસાયકલ બે કિ.રૂ. ૩૮.૦૦૦ સહિત કુલ રૂપિયા ૭૧.૫૪૦ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા છે.

જ્યારે પોલીસને જોઈ ભાગી છૂટેલા ૩ શખ્સો જેમાં (૭) ધર્મેન્ દ્રભાઇ નારૂભા નાંધુ રહે.નાંદુ પીપળીયા તા.લોધીકા (૮) મનહરસિંહ ઉર્ફે ટીનુભા નરવિનસિંહ જાડેજા રહે.કાલમેઘડા ગામ તા.કાલાવડ જી.જામનગર. (૯) હીતેષભાઇ મયડા રહે.વેજાગામ તા.ગોંડલને ઝડપી પાડવા માટે ગોંડલ તાલુકા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો હતો.

આ કાર્યવાહીમાં પીઆઈ એ.ડી.પરમાર એએસઆઈ રૂપક બોહરા, હેડ.કોન્સ ધમેન્દ્ર જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, પો.કોન્સ જયદિપ ધાંધલ, રણજીત ધાંધલ, ભગીરથ વાળા, ભરત ગમારા, પૃથ્વીરાજ ડોડીયાએ કાર્યવાહી કરી હતી.

REPOTER : (સુરેશ ભાલીયા જેતપુર,)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here