શાહીબાગ કસ્ટેમ ફોરેન પોસ્ટ ઓફિસમાં અગાઉ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો બહારથી આવતો હતો ત્યારે હવે વિદેશથી હથિયાર મંગાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગિરધરનગરમાં આવેલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પોરબંદરના યુવકે સોશિયલ મિડિયામાં જાહેરાત જાઇને રૃા. ૧૦૦ ડોલર આપીને મંગાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે એફએસએલ રિપોર્ટ બાદ વર્ષ પછી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોરબંદરના યુવકે ૧૦૦ ડોલરમાં યુએસએથી મંગાવ્યા હતા: એફએલ રિપોર્ટ બાદ ગુનો દાખલ
શાહીબાગમાં આવેલી સુપ્રિટેડેન્ટ ઓફ કસ્ટમ વિભાગની ફોરેન પોસ્ટ ઓફિસમા સુપ્રિટેન્ડન્ટ તરીકે નોકરી કરતા રાકેશકુમાર મીણાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોરબંદરના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૩-૦૧૧-૨૦૨૪એ ફોરેન ઇન્ટર સેપ્ટરના પાર્સલો સ્કેન કરતા હતા. ત્યારે શંકાસ્પદ પાર્સલ આરોપીએ મંગાવ્યું હતું જેના ઉપર મારેલ લેબલથી જાણ થઇ કે ૫૦ બ્લેન્ક કારતૂસ યુ.એસ.એથી મંગાવ્યા છે.
પાર્સલ ખોલીને જોતા પ્લાસ્ટીકની કોથળીના બોક્સમાં ૯એમએમના કારતૂસ મળી આવ્યા હતા. જેથી તે સિઝ કરી ને પાર્સલ મંગાવનારા શખ્સને સમન્સ આપીને બોલાવતા તબિયત ખરાબ હોવાનું કહીને બહાના બતાવતો હતો. શાહીબાગ પોલીસે એફએસએલ રિપોર્ટ બાદ વર્ષ પછી ગુનો નોંધી પૂછપરછ કરતાં યુવકે સોશિયલ મિડિયામાં જાહેરાત જાઇને રૃા. ૧૦૦ ડોલર આપીને કારતુસ મંગાવ્યા હોવાનું બહાર આવ્યું છે.


