SABARKANTHA : પ્રાંતિજના સલાલ ખાતે યોજાયેલ કેમ્પમાં ૫૧ યુનિટ રકત એક્ત્રિત કરાયું

0
61
meetarticle

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના સલાલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું હતો જેમા કેમ્પમાં ૫૧ યુનિટ રકત એક્ત્રિત કરાયું હતું.

પ્રાંતિજ ના સલાલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા-૭ બહેનો અને ૪૪ યુવકોએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું વિશેષમાં શૈલેશસિંહ બારૈયા એ ૪૮મી વાર રકતદાન કરેલ જેને ગ્રામજનો, તાલુકા આરોગ્ય અધિકારી અને જી.એમ.ઇ.આર.એસની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ૩ માસમાં જિલ્લામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૦૦૦ ઉપરાંત બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવેલ છે ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી વંદન છે જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેઝ, હિમતનગર દ્વારા રકતદાન કામગીરી અંતર્ગત જરુરી સહયોગ મળી રહે છે અતિ જોખમી સગર્ભા માતાઓ,ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ, ટીબી, સિકલસેલ, થેલેસેમીયા અને અન્ય ગંભીર બિમારી ધરાવતા જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ દ્વારા જીલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કર્યા છે તો ૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦(નેવુ) દિવસના અંતરે રક્તદાન કરી શકે છે આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ

REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here