બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે આજે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.સભા પહેલા પશુપાલકોમાં ભાવ વધારાની આતુરતા જોવા મળી હતી. અપેક્ષા હતી કે પશુપાલકોને લગભગ 21% જેટલો ભાવ વધારો મળી શકે. ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો.
તે વખતે 18.52% વધારો મળ્યો હતો અને પ્રતિ કિલો ફેટનો દર 41 રૂપિયા વધારાયો હતો.
આ વર્ષે ડેરીની નિયામક મંડળની ચૂંટણી હોવાથી પશુપાલકોને વધુ લાભ મળે તેવી સંભાવનાઓ હતી. ત્યારે આજે સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી.પશુપાલકોને 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચુકવણીનો નિર્ણય કર્યો હતો અને પશુપાલકો માટે કુલ 2131 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો દૂધ મંડળી અને બનાસ ડેરી મળીને 25% થી વધુ ભાવ વધારો પશુપાલકોને આપશે દૂધ મંડળીનો 778 કરોડનો વધારો સહિત કુલ 2909 કરોડ રૂપિયા પશુપાલકોને દિવાળી પહેલા ચૂકવાશે.ગત વર્ષોની સરખામણી એ 2016માં પશુપાલકોને માત્ર 284 કરોડ રૂપિયા ચુકવાયા હતા. જ્યારે 2023માં આ રકમ વધી 1973 કરોડ રૂપિયા સુધી પહોંચી. હવે 2025 માં આ જ વધારો વધી 2909 કરોડ રૂપિયા થયો છે.
છેલ્લા 12 વર્ષમાં દૂધની કિંમત 505 રૂપિયા પરથી વધીને 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ થઈ છે.
જ્યારે બનાસ ડેરી નું ભીલડી ખાતે દેશનું સૌથી મોટું ગાય સંવર્ધન કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે.અને દૂધના ભાવમાં સુધારો કરાયો હતો હવે ફેટ સાથે SNF આધારિત ભાવ પ્રણાલી પણ લાગુ પડશે દૂધ ચોરી રોકવા માટે ટેન્કરોમાં GPS સિસ્ટમ દૂધ ટેન્કરોને ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે
જ્યારે મહિલા સશક્તિકરણમાં 1.70 લાખ મહિલાઓના બેંક ખાતા ખોલાયા અને હવે પૈસા સીધા મહિલાઓના ખાતામાં જમા થાય છે.જોકે હાલમાં 935 મહિલા કર્મચારીઓ બનાસ ડેરીમાં ફરજ બજાવે છે.ઉપરાંત ડિબેન્ચર સુવિધા સાથે દૂધ ઉત્પાદકોને રોકડ સાથે ડિબેન્ચર સ્વરૂપે રકમ આપવામાં આવે છે.
રાયડા બનાસ ઓઈલ મિલ બાદરપુરામાં શરૂ કરાવી છે રાયડા તેલનું ઉત્પાદન અને માર્કેટિંગ થશે. બટેટા પ્રોજેક્ટ ના બિયારણ માટે બાદરપુરા અને કાનપુરમાં નવા પ્લાન્ટ શરૂ કરાયા છે અત્યારે બનાસ ડેરીની ચૂંટણી પહેલા આજે ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપી હતી જેનાથી પશુપાલકોએ પણ હર્ષદી લાગણી વ્યક્ત કરી હતી
REPOTER : દિપક પુરબીયા




