GUJARAT : ભાવનગરમાં છેલ્લા અઢી માસમાં વરસાદના પગલે રોડ રીપેરીંગની 669 ફરિયાદ નોંધાઈ

0
62
meetarticle

ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વરસાદમાં મોટાભાગના રોડ ધોવાય ગયા છે તેથી ખખડધજ રોડની ફરિયાદ વધી છે અને રોડના કામ નબળા થતા હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે. રોડ રીપેરીંગ માટે મહાપાલિકાનુ તંત્ર દોડતુ થયુ છે.


શહેરમાં છેલ્લા અઢી માસમાં એટલે કે ગત તા. ૧પ જુનથી અત્યાર સુધીમાં રોડ ખરાબ થઈ ગયાની કુલ ૬૬૯ ફરિયાદ મહાપાલિકાના રોડ વિભાગને મળી છે, જેમાં ૩ર૭ ફરિયાદ તો રોડમાં ખાડા પડયા છે. મહાપાલિકાને રોડ રીપેરીંગ, જનરલ કર્ટીંગ તેમજ અન્ય વગેરે ફરિયાદ મળી છે, જેના પગલે મહાપાલિકાના રોડ વિભાગે કામગીરી હાથ ધરી છે. શહેરના આશરે ર૩.પ૦ કિલોમીટર વિસ્તારમાં રોડ રીપેરીંગની કામગીરી કરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ૬૪૯ ફરિયાદ હલ થઈ છે, જયારે હજુ ર૦ જેટલી ફરિયાદ બાકી છે તેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ માહિતી આપતા રોડ વિભાગના અધિકારીએ જણાવેલ છે.

મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા ઉઘાડ નિકળ્યા બાદ રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખાડા પડયા હોય તેમા પરાજુ નાખવામાં આવે છે. વરસાદના કારણે હાલ ડામરથી કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત મોટા ખાડા હોય તેમા હાલ પેવીંગ બ્લોક નાખી પેચવર્ક કરવામાં આવે છે. રોડ રીપેરીંગની ફરિયાદ વધતા મહાપાલિકાના રોડ વિભાગની કામગીરી વધી ગઈ છે. ખરાબ રોડથી લોકો પરેશાન છે અને રોડના કામ નબળા થઈ રહ્યા હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

3 વર્ષની ગેરેન્ટી પીડીયરવાળા રોડ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવાય છે : અધિકારી

ભાવનગર શહેરમાં રોડ રીપેરીંગની ફરિયાદના પગલે ૩ વર્ષની ગેરેન્ટી પીડીયરવાળા રોડ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવવામાં આવી રહ્યા છે, જયારે ૩ વર્ષનો ગેરેન્ટી પીડીયર પૂર્ણ થઈ ગયો હોય તે રોડ રીપેરીંગની કામગીરી મહાપાલિકા દ્વારા કરાવવામાં આવી રહી છે. રોડના પ્રશ્ને કોઈ કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવ્યા નથી અને જુદી જુદી એજન્સી કામ કરતી હોવાથી ખર્ચની પાક્કી માહિતી હાલ નથી તેમ મહાપાલિકાના રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર હિતેશ ચૌધરીએ જણાવેલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here