રાજપીપલા જીવન વીમા નિગમ LIC એ 69માં સ્થાપના દિવસની ઉજવણી કરી. ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી શુભેચ્છા પાઠવી હતી
બ્રાન્ચ મેનેજર મુકેશભાઈ મીના એ જણાવ્યું હતું કે આજે 1લી સપ્ટેમ્બર 1956 ના રોજ ભારતભરની ભારતીય જીવન વીમા નિગમ ની સ્થાપના થઈ હતી જેના ઉપલક્ષય માં આજે રાજપીપલા શાખા નો 69 મો સ્થપના દિવસ ઉજવાયો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આજે વીમા કંપની દ્વારા કરોડો ના વીમા ઉતરાવી સામાન્ય જનનું જીવન સુરક્ષિત કરવામા LIC બેન્ક નો સિંહ ફાળો છે. આજેભારતીય જીવન વીમા નિગમ ની દેશભર માં અનેક શાખાઓ છે
જેમણે લાખો લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે રાજપીપલા શાખા ની સુંદર કામગીરી બદલ કર્મચારી ઓને અભિનંદન પાઠવ્યા હતા.રાજપીપલા શાખા ના વિકાસ અધિકારી રાજેશભાઈ વસાવા તથા ગુલાબસિંહ વસાવા એ પુષ્પગુચ્છ થીમહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાખાના અધિકારી,સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી સ્થપના દિવસ મનાવ્યો હતો
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



