મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન નાસભાગ થઇ હતી. શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી. પંડિત પ્રદીપ મિશ્રાના કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું કહેવામાં આવ્યુ છે. ઘાયલોની સારવાર નજીકના હૉસ્પિટલમાં ચાલી રહી છે.
કાવડ યાત્રામાં ધક્કા-મુક્કી
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં અત્યાર સુધીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાના માર્ગદર્શન હેઠળ 6 ઓગસ્ટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે ધક્કા-મુક્કી સર્જાઇ હતી. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. કુબેરેશ્વર ધામમાં શ્રાવણ મહિના દરમિયાન કાવડ યાત્રા યોજાય છે. અને રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. અહીં રૂદ્રાક્ષ વિતરણ પણ યોજવામાં આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકત્ર થાય છે.
ભક્તોના કરુણ મોત
બુધવારે સિહોરમાં કાવડ યાત્રામાં ભાગ લેનારા ત્રણ ભક્તોને અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ અચાનક તબિયત બગડવાને કારણે એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોએ ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા. મૃતકોમાં ગુજરાતના પંચાવલ, હરિયાણાના રોહતક અને છત્તીસગઢના રાયપુરના રહેવાસીનોસમાવેશ થયા છે. મંગળવારે અગાઉ બે મહિલા શ્રદ્ધાળુઓનું મૃત્યુ થયા હતા. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રદ્ધાળુઓના મૃત્યુના કિસ્સામાં મંત્રી કરણ સિંહ વર્માએ જણાવ્યું હતું કે તમામ શ્રદ્ધાળુઓના મૃત્યુનું કારણ અલગ અલગ છે.


