બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં નાના ભૂલકાઓ માટે 3365 આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં તંત્રના સર્વેમાં 740 આંગણવાડી કેન્દ્રો સાવ જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઉભા હોય જેને લઇ કોઈ દુર્ગટના ન સર્જાય તે માટે આ ઉપયોગ કરી ન શકાય તેવી આ આંગણવાડી કેન્દ્રોનું નવિનકરણ કરવાની વિવિધ વિભાગોને જવાબદારી સોંપાઇ છે
બનાસકાંઠા જિલ્લામાં આઇસીડીએસ વિભાગ હસ્તકના 3365 આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં હજારો નાના બાળકોનું પાલન પોષણ કરવાની સાથે તેમનામાં સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે જેમાં તાજેતરમાં રાજસ્થાનમાં સ્કૂલના ઓરડાનો સ્લેબ તૂટી પડવાની દુર્ગટના સર્જાય હતી જે બાદ જિલ્લામા આંગણવાડી કેન્દ્રોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કુલ 3365 પૈકી 740 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં હોય તેનો ઉપયોગ કરી શકાય તેમ ન હોય આ પડવાના વાંકે ઉભેલા આંગણવાડી કેન્દ્રોનું નવિની કારણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સરકારની મનરેગા યોજના,ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ,
આરએનબી વિભાગ, નાણાંપંચની યોજના સહિત વિવિધ વિભાગોને આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેને લઇ અગામી સમયમાં જિલ્લામા 740 નવિન આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે
ક્યા ક્યા વિભાગો આંગણવાડીઓનું નિર્માણ કરશે
બનાસકાંઠા જિલ્લામાં 740 જર્જરિત આંગણવાડીનું નવિની કરણ કરવામાં આવશે જમાં મનરેગા યોજનામાં 98, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ દ્વારા 32, આરએનબી દ્વારા 148, નાણાંપંચમાં 60 તેમજ અલગ અલગ વિભાગો 402 નવીન આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે
– ભાડાના મકાનમા આંગણવાડી કેન્દ્રો કાર્યરત
જિલ્લામા 740 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં હોય ચોમાસાની ઋતુને લઇ આ આંગણવાડી કેન્દ્રોને લઇ કોઈ દુર્ગટના ન સર્જાય અને બાળકોની સલામતી જળવાય રહે તે માટે આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વાળા સ્થળો પર ચલાવવામાં આવી રહી છે
REPOTER : દિપક પુરબીયા


