સુરતમાં લીમડા ચોક પાસે આવેલ છો બાલ ગણેશ મંડળ દ્વારા મુષકમામા(ઉંદરમામા) ની 17 મી આગમનયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું
આજથી 17 વર્ષ પહેલાં આ મંડળને 50 વર્ષ પુરા થયા હતા તે સમયે મંડનના બે એવા અગ્રણી નેતાને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં જે મુજબ મુષકરાજ બિરાજે છે
તે મુજબ આપના પણ મંડળમાં એવા જ મુષકરાજ ને બિરાજમાન કરીએ ત્યાંથી આજ સુધી દર વર્ષે ગણેશ ચતુર્થી ને દિવસ થી આ પરંપરા ચાલુ રહી છે
અને આ મુષકરાજ ની આગમન યાત્રામાં ગણેશભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ આગમન યાત્રામાં ગણેશ ભક્તો તથા મંડળના સભ્યો ડીજેના તાલે ઝુમિયા પણ હતા મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાવિ ભક્તો પોતાની મનોકામના મુષકરાજના કાનમાં શ્રદ્ધા પૂર્વક કહે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત





