જેતપુર તાલુકા પોલીસે જુગારીઓ ઉપર કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ચારણીયા ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ દરમિયાન ૮ પત્તા પ્રેમીઓ રોકડા રૂપિયા સાથે ઝડપાયા હતા.
જેતપુર તાલુકા પોલીસ પી આઈ એ.એમ. હેરમાં સ્ટાફના અજીતભાઈ ગંભીર, ભુરાભાઈ માલીવાડ, પ્રદ્યુમનસિંહ, વિપુલભાઈ મારુ, ઝવેરભાઈ સારલા, ભાવેશભાઈ વડોદિયા, ભાવુભા ગોહિલ ને સાથે રાખી પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન થાણાગાલોળ ગામ પાસેથી પસાર થતાં ચોક્કસ બાતમી મળેલ કે ચારણીયા ગામે રહેતો વિઠ્ઠલ દેવરાજભાઈ બુટાણી પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોય જે આધારે તાલુકા પોલીસે રાત્રિના ૩ વાગ્યે વિઠ્ઠલના રહેણાંક મકાનમાં જુગાર અંગેની રેડ કરતા રૂમમાં તીન પત્તીનો જુગાર રમતા રમેશ વલ્લભભાઈ સાવલિયા, અંકુર ધીરુભાઈ રાબડીયા, ગોપાલ જીવરાજભાઈ રાદડિયા, અમિત નાથાભાઈ ઢોલરિયા, ભરત જશુભાઈ સુરુ ( રહે તમામ ચારણીયા) રાજેશ હંસરાજભાઇ ભુવા, ચંદ્રેશ હંસરાજભાઇ ભુવા, સુરેશ કરશનભાઇ ભુવા (રહે ત્રણે પરબ વાવડી) તમામ શખ્સો ને રોકડા રૂ. ૬૬.૪ ૩૦ તેમજ પાથરણું મળી કુલ રૂ. ૬૬,૬૩૦ સાથે પકડી કાર્યવાહી કરેલ છે.


