રાજકોટ રૂરલ એલસીબી ટીમે જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ વિરા શક્તિ સોસાયટી માંથી 8 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત 1.1.600 મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, મીરલભાઈ ચંદ્રવાડીયા ને બાતમી મળેલ કે, જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ વિરા શક્તિ સોસાયટીમાં રહેતા દિવ્યેશ રમેશભાઈ તળેટીયા ના રહેણાંક મકાનમાં જુગાર રમે છે જેથી જિલ્લા એલસીબી દ્વારા આ મકાનમાં રેઇડ કરતા જુગાર રમી રહેલા મકાન માલિક (૧) દિવ્યેશભાઈ રમેશભાઈ તળેટીયા (૨) સુનીલભાઈ વિરજીભાઈ ચારોલીયા (૩) વિજયભાઈ ગીગાભાઈ બાંભણીયા (૪) રોહીતભાઈ ભરતભાઈ બેવાસી (૫) અનિલભાઈ કીશોરભાઈ ચારોલીયા (૬) વિનોદભાઈ ગીગાભાઈ બાંભણીયા (૭) કરણભાઈ કીશનભાઈ વનોદીયા (૮) આકાશભાઈ હરીભાઈ કટોસનીયા (રહે. બધા જેતપુર)ને રોકડ રૂપિયા 66.600 તથા મોબાઈલ ફોન 4 કિંમત રૂપિયા 35.000 મળી કુલ રૂપિયા 1.01.600 લાખના મુદ્દામાલ સાથે જેતપુર સીટી પોલીસના હવાલે કર્યા હતા.
REPOTER :સુરેશ ભાલીયા જેતપુર,


